તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં આનંદની લાગણી:હાંસોટના મોઠીયા ગામના ખેડૂતોને 18 વર્ષે ન્યાય મળ્યો, 2004 માં ખેડૂતોએ કોર્ટમાં ન્યાયની માગ કરી હતી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નુકસાની વ્યાજ સહિત 30 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો

હાંસોટ તાલુકાના મોઠિયા ગામના ખેડૂતોની જમીનમાંથી કંપનીઓ દ્વારા પ્રોજેક્ટની પાઈપલાઈન નાખતાં ઉભા પાકને નુકસાન થતા મોઠિયા ગામનાં ખેડૂતોએ નુકશાનીના વળતર માટે અરજી દાખલ કરેલ હતી. આ બાબતે છઠ્ઠા અધિક જિલ્લા ન્યાયાધીશ અંકલેશ્વરની કોર્ટમાં કેસ ચાલી જતાં 18 વર્ષે અરજદાર તરફે વકીલ એમ. એમ સૂર્યવંશીની રજૂઆતના પગલે કોર્ટે ખેડૂતોને વ્યાજ સહિત નુકસાનીનું વળતર ચૂકવવાનો હુકમ કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

મોઠિયા ગામના ખેડૂતો જીવીબેન મગન પટેલ, ગોમાન પ્રેમાભાઈ તથા સ્વ.ઠાકોરભાઈના વારસદારની ખેતીની જમીનમાંથી ઇન્ડિયન પેટ્રોલિયમ ગોધરા અને વાગારાની પાઈપલાઈન નાખવા ખેડૂતોને શેરડી, કપાસ, કેળ અને કઠોળ જેવા પાકને નુકસાન થતાં ખેડૂતોએ અંકલેશ્વર કોર્ટમાં અરજી દાખલ કરી હતી તે બાબત અધિક જિલ્લા ન્યાયાધીશ એમ. બી. કોટક સાહેબ અંકલેશ્વરની કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે ચૂકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...