તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી તરૂણનું પ્રથમ મોત:અંકલેશ્વરના બાપુનગર વિસ્તારાના 16 વર્ષીય પુત્રનું મોત થતાં પરિવારનું આક્રંદ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 9137ને પાર
  • કોવિડ સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહનો આંક 1800ને વટાવી ગયો

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી મોત થવાના અને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહનો આંત 1800થી ઉપર પહોંચી ગયો છે. ત્યારે પ્રથમ વખત િજલ્લામાં સૌથી નાની વયના વ્યક્તિનું કોરોનાથી મોત થયું હોય તેવો કિસ્સો સોમવારે નોંધાયો હતો. અંકલેશ્વરના બાપુનગરના 16 વર્ષીય તરુણને કોરોના ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે. કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ આપતાં પરિજનો આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંક 9137ને આંબી ગયો છે. જ્યારે 7260 લોકોએ કોરોનાને મ્હાત આપતાં રજા અપાઈ છે. હાલમાં 1784 લોકો સારવાર લઈ રહ્યા છે.

કોરોનાએ પરપ્રાંતિય તરૂણનો ભોગ લીધો
ભરૂચ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યો. અંકલેશ્વર માં કોરોના પીક ભલે ધટી હોય પણ કોરોનાનો મૃત્યુ આંક દિવસે દિવસે વધી રહ્યો છે. સપ્તાહ પૂર્વે જ જિલ્લા માં સૌથી નાની વયે કોરોના 2 માસના બાળકનું મોત નીપજ્યું હતું હવે અંકલેશ્વર 16 વર્ષીય તરૂણનું મોત નિપજવા ઘટના સામે આવી છે.અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલા બાપુનગર ખાતે રહેતા પરપ્રાંતીય તરુણ છેલ્લા એક સપ્તાહ થી કોરોના ની સારવાર લઇ રહ્યો હતો. અંતે ગત રોજ તરૂણનું ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેનો અગ્નિ દાહ ગોલ્ડન બ્રિજ ખાતે આવેલા કોવિડ સ્પેશિયલ સ્મશાન ગૃહ અત્યાર સુધી માં સૌથી નાની વય ના યુવાન ને અગ્નિદાહ આપવામાં આવ્યો હોવાનું નોંધાયું હતું. કોવિડ સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહનો આંક 1800 ને પાર થઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...