તપાસ:પાનોલીની શાયોના ક્રોપ કેર કંપનીના કર્મચારીના અપમૃત્યુ કેસમાં હત્યા થયાનો પરિવારનો આક્ષેપ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક અક્ષર - Divya Bhaskar
મૃતક અક્ષર
  • 30 માર્ચે કંપનીમાંથી છૂટ્યા બાદ ગુમ હતો, સપ્તાહ બાદ કંપની પાસેથી જ મૃતદેહ મળ્યો

મૂળ અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામના અને હાલ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય અક્ષર રમેશ કાનાણી પાનોલી જીઆઇડીસીની સાયોના ક્રોપ કેર યુનિટ-2માં નોકરી કરે છે. તે ગત 30માર્ચે સાંજે કંપનીમાંથી છૂટ્યા બાદ ગુમ થયો હતો. દરમિયાન અક્ષરનો મૃતદેહ કંપનીની બાજુમાં આવેલી ઊંડા ખાડામાંથી 6 એપ્રિલના રોજ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો બનાવની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસને થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી એફ.એસ.એલની ટીમની મદદથી પુરાવા એકત્ર કરી ફોરેન્સિક લેબમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

પી.એમ કર્યા બાદ પરિવારને મૃતદેહ સોંપાયો હતો. પુત્રની હત્યા કરાઈ હોવાનો પરિવારે આક્ષેપ સાથે જિલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલ અને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈને પણ રજુઆત કરી હતી. સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી કસુરવારોને સજા કરવાની માગ કરી હતી. ]

મારા ભાઈને તેના ઇન્ચાર્જ હેરાન કરતા હતા
મારો ભાઈ 30મીએ સાંજે 8 વાગ્યા સુધી સંપર્ક હતો. જે બાદ મારા ભાઈનો મૃતદેહ કંપનીથી માંડ 40-50 ફૂટ નજીક ખાડા માંથી મળ્યો હતો. ભાઈ સાથે નાની બહેનને છેલ્લી વાતચીત મેસેજથી થઇ હતી. જેમાં તેના ઇન્ચાર્જ જયંતિ આહીર હેરાન કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મારા ભાઈની હત્યા થઇ છે તે ચોક્કસ છે. - શ્રધ્ધા કાનાણી, મૃતક અક્ષર કાનાણીની બહેન.

પરિવારના આક્ષેપોની પણ તપાસ કરાશે અક્ષર કાનાણી મોત પ્રકરણમાં હાલ અકસમાતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા અમે પેનલ પી.એમ કરાવ્યું હતું ત્યરબાદ સુરત ફોરેન્સિક પી.એમ પણ કરાવ્યું છે. પરિવારના જે આક્ષેપ છે તેને પણ ધ્યાને લઇને તપાસ કરી રહ્યાં છે. - ચિરાઇ દેસાઈ, ડી.વાય.એસ.પી.

અન્ય સમાચારો પણ છે...