વેરામાં રાહત:ગડખોલ પંચાયતના 14 હજાર મિલકત ધારકોને વેરામાંથી 25 ટકાની મુક્તિ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પહેલા પંચાયતની પેનલે કુલ 1.61 કરોડ રૂપિયાના વેરા વસૂલાત સામે વિશેષ ઠરાવ કર્યો

અંકલેશ્વરની ગડખોલ પંચાયત ને 14000 થી વધુ મિલકતધારકોને 2022-23 ના વેરા માં આપી 25 % ની રાહત આપી ચૂંટણી માં આપેલ વચન પૂરું કરવાની શરૂઆત કરી છે. જુના વેરો ભરપાઈ કરવા આપી ઓગસ્ટ મહિના સુધીની છૂટ આપી છે. કુલ 1.61 કરોડ રૂપિયા ના વેરા વસુલાત સામે પંચાયત એ વિશેષ ઠરાવ પંચાયત બેઠક માં રાહત આપવામાં આવી છે. પંચાયત વિજેતા માસ્ટર પેનલ દ્વારા ચૂંટણી પૂર્વે વેરામાં રાહત ની જાહેરાત કરી હતી.

અંકલેશ્વર તાલુકા સૌથી મોટી પંચાયતમાં વેરા ધારકો રાહત થી ગ્રામજનો ખુશી ફેલાઈ હતી. ગડખોલ ગ્રામ પંચાયત માં કુલ 14000 થી વધુ મિલકત ધારકો છે. જેમની પાસે હિસાબી વર્ષ 2022-23 ના વર્ષ માં પંચાયત નો 1.61 કરોડ રૂપિયા નો વેરો પંચાયત વસુલાત કરવા નો છે. તો ગત નાણાકીય વર્ષ 2021-22 માં પણ પંચાયતના બાકી વેરા હોવા છતાં પંચાયત દ્વારા વેરા ધારકો ને 25 % ની રાહત આપવાની જાહેરાત કરી છે. ખાસ કરી ભારે રસાકસી વચ્ચે માસ્ટર પેનલ પુનઃ સત્તા આરૂઢ થઇ હતી.

ચૂંટણી પૂર્વે જ વેરા 25 % રાહત આપવાની જાહેરાત કરી હતી જે રાહત નું વચન પૂરું કરતા પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ કનુભાઈ ભરવાડ દ્વારા પંચાયતની બેઠક બોલાવી હતી હતી તલાટી કમ મંત્રી દીરાલ બેન પટેલ તેમજ અન્ય સભ્યો ની હાજરી વેરા માં 25 %રાહત આપવા માટે વિશેષ ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ ઠરાવ ની તંત્ર ની મંજૂરી લઇ અને આજરોજ વિધિવત જાહેર કરી હતી.

માસ્ટર પેનલે આપેલ વચન પૂર્ણ કર્યું
ચૂંટણી પૂર્વે માસ્ટર પેનલ દ્વારા ચૂંટણી મેનિફેસ્ટો માં 25 % વેરા રાહત આપવાની જાહેરાત કરી હતી જે વચન આજે પૂર્ણ કર્યું છે. પણ આગામી દિવસો માં વિકાસ ના અનેક કામો નું આયોજન કર્યું હે જે પણ અમે પૂર્ણ કરીશું. પંચાયત દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માં પંચાયત ના 14 હજાર થી વધુ વેરાધારકો ને અમે 25 % વેરામાં રાહત નવા વેરા માં આપવામાં આવી છે. તેનો વધુ માં વધુ કરદાતા વેરાધારકો લાભ લે અને પંચાયત ના વિકાસ માં સહભાગી બને તેવી અપીલ છે. - રોહન પટેલ, અગ્રણી મસ્ટર પેનલ ગડખોલ ગામ.

25 % વેરામાં રાહત આપવામાં આવી છે
પંચાયત દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માં પંચાયત ના 14 હજાર થી વધુ વેરાધારકો ને અમે 25 % વેરામાં રાહત નવા વેરા માં આપવામાં આવી છે. જેમાં જૂનો વેરો ભરપાઈ કરશે તો જ આ વેરા માં રાહત મળશે. અને જે વેરાધારક નો જૂનો વેરો બાકી છે તેમને પણ આગામી ઓગસ્ટ સુધી વેરો ભરપાઈ કરવા માટે છૂટ આપી છે. - મંજુલાબેન પટેલ, સરપંચ, ગડખોલ પંચાયત.

અન્ય સમાચારો પણ છે...