તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:જિલ્લાના ધોરણ-12ના 14824 વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજ્ઞાન પ્રવાહમાં 4471, સા.પ્રવાહમાં 10353 વિદ્યાર્થી
  • હજી રીપીટર વિદ્યાર્થીઓ અંગે જાહેરાત બાકી

ભરૂચ જિલ્લાના 14824 વિદ્યાર્થીઓ ધોરણ 12 માં પરીક્ષા રદ થઇ છે. વિજ્ઞાન પ્રવાહ માં 4471 અને સામાન્ય પ્રવાહમાં 10353 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. હજી રીપીટર અંગે જાહેરાત બાકી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરાઈ હતી. જે અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો.

કોરોના કાળના લીધે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં CBSE ની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ દ્વારા બેઠકનો દોર શરૂ થઈ ગયો હતો, ત્યારે ગુજરાત બોર્ડ પરીક્ષાની તારીખ અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ હતી, ત્યારે આખરે આજે બુધવારના રોજ કેબિનેટની મળેલી બેઠકમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠક યોજાઈ હતી. જેમાં CBSE ની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે, કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં બોર્ડની પરીક્ષાની ફેર વિચારણા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળામાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા. 1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જ જાહેર કરવામાં આવ્યો હતો.

શાળાકીય પરીક્ષાના આધારે મૂલ્યાંકન
કેન્દ્ર સરકારે CBSEની ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા નહીં લઈ હાલ પૂરતી આ પરીક્ષા રદ્દ કરવા અંગે મોટી જાહેરાત કરી છે. આ વચ્ચે ભરૂચ જિલ્લા માં વિજ્ઞાન પ્રવાહ માં 4471 અને સામાન્ય પ્રવાહમાં 10353 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા હવે તેમને પરીક્ષા રદ કરી શાળાકીય પરીક્ષા આધારે મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...