તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ દિનની ઉજવણી:દરેક વ્યક્તિ ઘરે જ વૃક્ષનું વાવેતર-જતન કરેઃ મંત્રી

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ક્લિન ટેક ખાતે પર્યાવરણ દિનની ઉજવણી

ઝઘડીયા ખાતે નર્મદા ક્લીન ટેક ખાતે પર્યાવરણ દિનની ઉજવણી રાજ્ય ના સહકાર મંત્રી ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. દરેક વ્યક્તિ ઘરે વૃક્ષોના વાવેતર અને સાથે જતન કરવું જરૂરી છે તેમ રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું વધુ માં કોરોના કાળે આપણે ઓક્સિજન નું મહત્વ સમજાવ્યું છે. ઓક્સિજન માટે જો અત્યાર થી જ વૃક્ષો નું જતન ના કરીશું તો આપણી આવનારી પેઢી ને ઓક્સિજન પણ ના મળે તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

અંકલેશ્વર તેમજ ઝઘડીયા ખાતે કાર્યરત નર્મદા ક્લીન ટેક લિમિટેડ કંપની દ્વારા ઝઘડીયા ખાતે બની રહેલા એન.સી.ટી પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ દિવસ અનુલક્ષી ને યોજવામાં આવ્યો હતો જેમાં ઝઘડીયા જીઆઇડીસી, સામાજિક વનીકરણ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલા આયોજન માં રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેવો આ પ્રસંગે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ એટલું જ નહિ તેનું જતન અને જાળવણી સિંચન કરવાની પણ જવાબદારી લેવી જોઈએ.

વધુમાં છેલ્લા સવા વર્ષ થી કોરોના ની મહામારી ચાલી રહી છે. જેમાં તેના દર્દીઓ ને ઓક્સિજન વગર તકલીફ પડી છે. ઓક્સિજન અગત્યતા આ મહામારી એ સમજાવી છે. જેથી ઓક્સિજન આપનાર વૃક્ષ ના વાવેતર કરવા પર ભાર મૂકી દરેક પરિવાર ઓછામાં ઓછા 5 વૃક્ષો વાવવા જોઈએ ને અને આગામી પેઢી ને વારસા માં આ વૃક્ષો આપવા જોઈએ તેવો ભાર મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...