દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:અંકલેશ્વરમાં પાર્ક કરેલી ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો; બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભાતવાડ વિસ્તારમાં આવેલા શિવગંગા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મુકેલી ઇકોવાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ભરૂચના એક બુટલેગરને ઝડપી પાડી રૂ. 3.28 લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને બે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વર સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સર્વેલન્સ સ્કોર્ડના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી. અંકલેશ્વર પીરામણ નાકાથી સુરતી ભાગોળ ભાતવાડ તરફ જતા માર્ગ પર આવેલા શિવ-ગંગા એપાર્ટમેન્ટ આગળ ઇકો કારમાં વિપુલ દારૂનો જથ્થો લઈ ભરૂચનો ઈસમ આવ્યો છે. જે માહિતી આધારે પોલીસની ટીમે શિવ-ગંગા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સર્ચ કરતા ભરૂચ ભઠીયાર વાડમાં રહેતા ઝુબેર રિયાઝ કુરેશી ઇકો લઇ ઉભો હતો. તેને શંકાના આધારે ઇકો ગાડીમાં સર્ચ કરતા દારૂની 160 બોટલ મળી આવી હતી.

બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
પોલીસે કુલ 16,000 રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ 12,000 રૂપિયાના બે મોબાઈલ અને ઇકો કાર મળી કુલ રૂ.3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઝુબેર કુરેશીની ધરપકડ કરી શિવ ગંગા એપાર્ટમેન્ટ ખાતે રહેતો તૌફીક કુરેશી નામનો ઈસમ ફરાર થઇ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...