તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:વીજબીલ - વેરા માફી માટે કોંગ્રેસની COને રજૂઆત

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં ગરીબ વર્ગની કફોડી હાલત
  • હાંસોટમાં પણ મામલતદારને આવેદન પાઠવ્યું

અંકલેશ્વર-હાંસોટ કોંગ્રેસે વીજ બિલ સહીત વિવિધ વેરા માફ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોવિડ-19 મહામારી અને લોકડાઉનને લઇ મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોની હાલત આર્થિક રીતે કફોડી બની છે. આ ઉપરાંત ખાનગી શાળામાં પ્રથમ શત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર ફીની રકમની સહાય કરે તેવી પણ માંગ કરી હતી.

આ ઉપરાંત અંકલેશ્વર શહેર કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ નગરપાલિકા ડિસ્પેન્સરી સમિતિ ચેરમેન સિકદંર ફડવાલાએ નગરપાલિકા પાલિકા ચીફ ઓફિસર લેખિત આવેદનપત્ર પાઠવી નગરપાલિકાના વેરા માફ કરવાની માગ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...