ચૂંટણી:અંકલેશ્વરની 35 ગ્રામ પંચાયતમાં ચૂંટણી, ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્ર ના 740 કર્મચારીઓ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજવા સજ્જ, જીનવાલા સ્કુલ ખાતે સ્ટ્રોંગરૂમ ઉભો કરાયો

અંકલેશ્વર તાલુકાના 35 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 19 મી ડિસેમ્બર ના રવિવાર ના રોજ યોજાનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા શનિવાર ના રોજ અંકલેશ્વર ની જીનવાલા સ્કુલ ના પટાંગણ ખાતે પ્રિસાઇડીંગ .આસિસ્ટન્ટ પ્રીસાઇડીંગ ,પોલિંગ ઓફિસર સહીત ના 740 જેટલા કર્મચારીઓ ને મતદાન ને લગતા સાહિત્યના વિતરણ ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા એ વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉપસ્થિત કર્મચારીઓ ને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કમર્ચારીઓ જોડે સ્થળ પર વાર્તાલાપ કર્યો હતો.

તેમજ પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને મામલતદાર હાર્દિક બેલડીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ને પણ જરૂરી તાકીદ કરી હતી. કમર્ચારીઓને મતપેટી, બેલેટ પેપર સહીત ના સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું હતું અને મતદાન થનાર ગામમાં રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સરકારી બસ તેમજ અન્ય વાહન વ્યવસ્થા કરાઈ હતી જેમાં પોલીસ સ્ટાફ તેમજ કર્મચારીઓ જે તે મતદાન બુથ પર જવા રવાના થયા હતા. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે તંત્ર દ્વારા તમામ પ્રિસાઈડીગ અધિકારી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ચૂંટણી સંપન્ન કરવા પણ જિલ્લા સમાહર્તા દ્વારા તાકીદ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...