તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી, 10 બેઠક માટે કુલ 17 ફોર્મ ભરાયાં

અંકલેશ્વર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનરલમાં 8 બેઠક માટે15, રિઝર્વ- કોર્પોરેટ કેટેગરીમાં 1-1 ફોર્મ ભરાયા
  • 25 મી જૂને ચૂંટણી યોજાશે : 15 જૂન ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની વર્ષ 2021-21 ના મેનેજીંગ કમિટી ના સભ્યો ની ચૂંટણી આગામી 25 જૂન ના રોજ યોજાનાર છે જેમાં જનરલ કેટેગરીની 8 સીટ માટે 15 ફોર્મ, રિઝર્વ કેટેગરીના 1 બેઠક માટે 1 ફોર્મ અને કોર્પોરેટ કેટેગરી 1 બેઠક માટે એક ફોર્મ ભરાયું છે. હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15 જૂન ના રોજ જનરલ કેટેગરી માં ફોર્મ પરત ખેંચ્યા બાદ અને ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

હાલ તો કોરોના મહામારી ની ગાઈડ લાઇન આધારે ચૂંટણી યોજવામાં માટે તમામ કવાયત આરંભી છે. જો કે છેલ્લા 3 વર્ષ થી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની ચૂંટણી નિર્વિવાદિત રૂપે બિન હરીફ યોજાઈ રહી છે. જે જોતા આગામી આગામી 15 જૂન ના રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. એ પૂર્વે હાલ તો ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારોએ એકમત કરવામાં માટે રાજકીય માંધાતા ઓ દ્વારા બેઠક દોર શરૂ કરવામાં આવ્યો છે. જે જોતા વર્ષ 2021-22 ની ચૂંટણી પણ બિન હરીફ બની શકે છે. કોર્પોરેટ કેટેગરી અને રિઝર્વ કેટેગરીના 1-1 ઉમેદવાર એ જ ઉમેદવારી કરતા બને ઉમેદવારો હાલ તો બિન સત્તાવાર બિન હરીફ દાવેદાર બન્યા છે. જો કે 15 જૂન બાદ જ વિધિવત તેની જાહેરાત થશે.

અન્ય સમાચારો પણ છે...