ધરપકડ:અંકલેશ્વરમાંથી ઇકોમાં ભરેલો વિદેશી દારૂ ઝડપાયો, મહિલા બુટલેગર પકડાઈ

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વર શહેર પોલીસે કાર સહિત રૂપિયા 1.57 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા તરફથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તે અંકલેશ્વર તાલુકાના હજાત ગામના જીગ્નેશ જયંતિ વસાવા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમજ રૂપિયા 57.600 હજારની કિંમતનો ઈંગ્લીશ દારૂ અને 1 લાખ ની ઇકો કાર મળી કુલ રૂપિયા 1.57 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ને ઈંગ્લીશ દારૂનો જથ્થો કોઈ પાસે થી લાવ્યા અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે અંગે પૂછપરછ આરંભી હતી.

આ ઉપરાંત અંકલેશ્વર શહેર પોલીસ ની ટીમ માંડવા ગામ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતી આધારે રોડ ફળીયામાં રહેતા ઈલા ગુલાબ વસાવા ને ત્યાં દરોડા પાડયા હતા જ્યાં ઘર માં સર્ચ કરતા અંદર થી ઈંગ્લીશ દારૂની 180 એમ.એલ. ની 72 બોટલ સર્ચ દરમિયાન મળી આવતા મહિલા બુટલેગર ઈલા વસાવા ની ધરપકડ કરી તેની વધુ પુછપરછ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...