'હું કાંઈક બનીને જ ઘરે આવીશ':અભ્યાસના ભારણને લીધે ધો-10નો વિદ્યાર્થી ચિઠ્ઠી લખીને ઘર છોડી જતો રહ્યો, માતાને પુત્રનું અપહરણ થવાની આશંકા

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 'હું કઈ બની ને ઘરે આવીશ'ની ચીઠ્ઠી મૂકી ગૃહત્યાગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી છે. અભ્યાસના ભારના કારણે ગૃહ ત્યાગ કરવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલા કુમકુમ બંગ્લોઝમાં રહેતા પ્રિયવ્રત સોમેશ કુમાર યાદવેન્દ્ર ગત 4થી માર્ચના રોજ ઘરે કોઈ ન હતું ત્યારે ચિઠ્ઠી લખી ઘરેથી નીકળી ગયો હતો.

માતાને અપહરણ થયું હોવાની આશંકા
તેના માતા અનુપમાદેવી ઘરે આવતા પોતાના 14 વર્ષના પુત્ર પ્રિયવ્રતને શોધતા તે ઘરમાંથી મળ્યો નહોતો. પરંતુ તેની ચિઠ્ઠી પરિવારને મળી હતી. જેમાં લખ્યું હતું કે, હું કઈ કે બનીને ઘરે આવીશ. જેને લઈ માતાએ ત્વરિત અસરથી તેના પિતાને જાણ કરી સ્વજનો સાથે પુત્રની શોધખોળ કરી હતી. જોકે તે મળી ન આવતા અંતે જીઆઇડીસી પોલીસ મથકે માતા અનુપમાદેવી યાદવેન્દ્ર દ્વારા પુત્રનું અપહરણ થયું હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે પ્રાથમિક ગુનો નોંધી પ્રિયવ્રત યાદવેન્દ્રની શોધખોળ શરુ કરી હતી.

અભ્યાસના ભારણ વચ્ચે વિદ્યાર્થી ઘરેથી ગુમ થયો
આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રિયવ્રત ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અભ્યાસના ભારણના કારણે તેને લાગી આવ્યું હતું અને તેના કારણે જ તે ઘર છોડીને જતો રહ્યો હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે પ્રાથમિક ગુનો નોંધી પ્રિયવ્રત યાદવેન્દ્રની શોધખોળ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...