કામગીરી:બેઇલ કંપનીમાં રૂપિયા 732 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર મહિના બાદ ફરી એક વખત કામગીરી
  • 5 હજાર કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પડાયું હતું

રાજયમાંથી ઝડપાયેલાં 732 કરોડ રૂપિયા ઉપરાંતની કિમંતના 55 કીલો ઉપરાંતના ડ્રગ્સનો અંકલેશ્વરની બેઇલ કંપનીમાં નાશ કરવામાં આવ્યો છે. અગાઉ જુન મહિનામાં કંપની ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ વિભાગે ઝડપી પાડેલાં આશરે 42 હજાર કિલો ડ્રગ્સનો નાશ કરાયો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવમાં ગૃહ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલા ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત રૂ.1864 કરોડની કિંમતના 14000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. એનસીબી,ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસની ટીમો દ્વારા રૂપિયા 732 કરોડની કિંમતનો 5 હજાર 500 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થાનો અંકલેશ્વરની બેઇલ કંપની ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સથી જોડાયાં હતાં.

જયારે કંપની ખાતે આઇજીપી સુભાષ ત્રિવેદી, ભરૂચ એસપી ડૉ.લીના પાટીલ સહિત 8 આઇપીએસ અધિકારીઓ હાજર રહયાં હતાં. બેઇલ કંપનીમાં નાશ કરવામાં આવેલાં ડ્રગ્સની કિમંત 732 કરોડ રૂપિયા થવા જાય છે. પોતાના સંબોધનમાં અમિત શાહે રાજય અને કેન્દ્ર સરકાર ડ્રગ્સના દુષણને નાબુદ કરવા માટે કડક હાથે પગલાં ભરી રહી હોવાનું જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, બેઇલ કંપની ખાતે ચાલુ વર્ષે જ જુન મહિનામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ વિભાગે ઝડપી પાડેલાં 42 હજાર કીલો ડ્રગ્સના જથ્થાનો સફળતાપુર્વક નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...