તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોની ભીડથી કોરોનાનું જોખમ:અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ સ્થિત શાકમાર્કેટ પાસે રસ્તામાં વાહનો પાર્ક કરતા ચાલકો દંડાયા

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણ રસ્તા સર્કલ શાક માર્કેટ ખાતે શાકભાજી વેચતા વેપારીઓ માસ્ક વગર કરતા વેચાણ કરતા નજરે પડ્યો હતો. - Divya Bhaskar
ત્રણ રસ્તા સર્કલ શાક માર્કેટ ખાતે શાકભાજી વેચતા વેપારીઓ માસ્ક વગર કરતા વેચાણ કરતા નજરે પડ્યો હતો.
  • સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં શાકભાજીના વિક્રેતાને ફેન્સિંગની અંદર રહેવા અપીલ

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલા શાકમાર્કેટ ખાતે વાહન પાર્ક કરતા ચાલકો સામે દંડ ફટકાર્યો હતો. શાકભાજી વેચતા વેપારીઓ માસ્ક વગર કરતા વેચાણ નજરે પડી રહ્યા હતા. વધતી ભીડ ને લઇ કોરોનાનું જોખમ ઉભું થઇ રહ્યું છે, સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડી રહ્યા છે. પોલીસ દ્વારા શાકભાજી વિક્રેતા પણ ફેન્સીંગ અંદર કરે તે જરૂરી છે. માનવ વિકાસ ભવન પાસે ફેન્સીંગ તોડી શાકભાજીને ફૂટ વિક્રેતાઓ અડિંગો જમાવ્યો છે. એટલું જ નહીં અહીં થી 108 થી લઇ એમ્બ્યુલસ લઇ માં પણ સમસ્યા ઉભી થઇ રહી છે.

અંકલેશ્વર ખાતે આવેલા ત્રણ રસ્તા શાક માર્કેટ સામે પાર્ક કરેલા વાહનો તેમજ ફ્રેરી વાળાની માસ્ક વગરના દંડ ફટકારવામાં આવ્યો હતો. શાકભાજી વાળા માસ્ક વગર વેચાણ કરતા હોવાના દ્રશ્યો નજરે પડ્યા હતા. એટલું નહિ ત્યાં શાકભાજી લેવા આવતા લોકો માં સોશિયલ ડિસ્ટન્સ ના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યું હતું. તેમજ રસ્તા વચ્ચે પાર્ક કરી પોતાનું વાહન મૂકીને જતા લોકો સામે પણ શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આવતા જતા વાહનો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સ સેવાને પણ તકલીફ ઉદભવી રહી છે. આ વચ્ચે શાકભાજી કેટલાક વિક્રેતાઓ હવે પુનઃ ફેન્સીંગ ની બહાર આવી વેચાણ શરુ કર્યું છે. એટલું જ નહિ માનવ વિકાસ ભવન પાસે પાલિકા કરેલી ફેન્સીંગ તોડી ને પણ બિન અધિકૃત રીતે દબાણ કર્યું છે. પાલિકા દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરા બાબતે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...