ઉદ્ઘાટન:દઢાલ બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે વાહન ચાલકોએ ઉદ્ઘાટન કરી નાખ્યું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવા વાહનોને બ્રિજ પરથી પસાર થવા દેવા વહીવટી તંત્રે મંજૂરી આપી

અંકલેશ્વર ના દઢાલ બ્રિજ નું લોકોએ કર્યું લોકાર્પણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ચોમાસા ને લઇ દઢાલ બ્રિજ લાઇટ વ્હીકલ માટે શરુ કરાયો છે. બ્રિજની કામગીરી પૂર્ણ થતા હવે રાજપીપળા જતા મુસાફરો માં ફેરવો ફેરવો નહિ પડે. બ્રિજ ની જૂજ કામગીરી બાકી જો કે બ્રિજ વાહનો ના આવાગમન માટે તૈયાર થઇ જતા લોકો એ જ શરુ કરી દીધો છે. માર્ગ અને મકાન વિભાગ એ ચોમાસા ની અગવડતા ને ધ્યાને લઇ માર્ગ પ્રાથમિક લાઇટ વ્હીકલ માટે શરૂ કર્યું હોવાનું નિવેદન આપ્યું છે.

ગત રોજ વાલિયા-ઝઘડિયા પંથક માં પડેલા ભારે વરસાદને પગલે અમરાવતી નદી છલકાઈ ઉઠી હતી. જેની અસર અંકલેશ્વર ના ઉછાલી અને દઢાલ ને જોડાતા ડાઈવર્ઝન માર્ગ પર જોવા મળી હતી આખો ડાઈવર્ઝન માર્ગ પર 20 ફૂટનું ગાબડું પડી જતા રોડ ધોવાઈ જતા બને ગામ નો સંર્પક તૂટી જવા પામ્યો હતો. આ ઘટના ના બીજા જ દિવસે અંકલેશ્વર -રાજપીપલા ને જોડાતા દઢાલ બ્રિજ ને ચાલુ કરી દેવામાં આવ્યો હતો

સ્થાનિકો ની રજુઆત અને અગવડતા ને ધ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગ એ લાઇટ વ્હીકલ ને મંજૂરી અપાતા આળસ દૂર કરી દેવામાં આવી હતી અને ગાડી ઓ પુનઃ દઢાલ બ્રિજ પર થી દોડતી જોવા મળી હતી. દઢાલ બ્રિજ વાહનો માટે સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે. જો કે માત્ર પેચ વર્ક બાકી છે. આ વચ્ચે પુનઃ બ્રિજ શરુ થતા હવે અંકલેશ્વર થી રાજપીપળા તરફ ભારદારી સિવાય ના વાહનો આવાગમન કરી શકશે. લોકો એ જાતે જ બ્રિજ નું લોકાર્પણ કરી સત્તાવાર બ્રિજ ની શરૂઆત પૂર્વે જ શરુ કરી દીધો હતો. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી સતિષ મોદીએ જણાવ્યું હતું કે બ્રિજ તૈયાર થઇ ગયો છે. અને હાલ ડાઈવર્ઝન માર્ગ ધોવાઈ ગયો છે. જેને લઇ પ્રાથમિક ધોરણે લાઇટ વ્હીકલ પસાર કરવા માટે શરુ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...