મુશ્કેલી:સુરતી ભાગોળમાં ચોમાસા સમયે જ ડ્રેનેજનું કામ શરૂ થતાં હાલાકી

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષ પૂર્વે બનેલો ડામર રોડ પણ તોડી પાડ્યો : રસ્તો બંધ કરી દેવાાયો

અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 9 અને 6 ને અડીને આવેલ સુરતી ભાગોળ વિસ્તાર ના ગંગાજમના સોસાયટી,ભાતવાડ, ભાલીયાવાડ, કરસનની વાડી વિસ્તાર ની ડ્રેનેજ પાણી સમસ્યા છે. લોકો ડ્રેનેજ લાઇન ઉભરાવા સાથે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જાય છે. જે અંગે 1 વર્ષ પૂર્વે ડ્રેનેજ લાઇન તેમજ પમ્પીંગ સ્ટેશન અંદાજિત 84 લાખના ખર્ચે પ્રોજેક્ટ નું ટેન્ડર આઉટ પણ કર્યું હતું જો કે ઇજારદાર દ્વારા લોકડાઉન અને કોરોના મહામારી ને લઇ મજૂર તેમજ અન્ય સમસ્યાને લઇ કામગીરી દિલે કરી હતી અને હવે ચોમાસાની શરૂઆત સમયે જ અચાનક ઇજારદાર દ્વારા સનથ રાણા હોલ પાસે થી સુરતી ભાગોળ સુધીનો માર્ગ જેસીબી વડે ખોદી કાઢ્યો છે.

અને અંદર 10 થી 15 ફૂટ ઊંડે સુધી લાઈન નાખવા ની કામગીરી ચાલી રહી છે. અને રોડ બંને તરફ થી બ્લોક કરી દીધો હતો. અને રોડ વચ્ચે ખોદકામ કરી રહ્યા છે જેને લઇ ગોયાબજાર અનાજ માર્કેટ ના વાહનો તેમજ ગુજરાત ગેસ અને એનસીટી તરફ જતા વાહનો માટે સમસ્યા સર્જાય છે તો સ્થાનિક રહીશો માટે આવાગમન માટે કઠિનાઈ ઉભી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...