તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:શિરોમણી સોસા.સામે ડ્રેનેજ લાઇનમાં ભુવો પડ્યોઃ 17 સોસાયટીઓને અસર

અંકલેશ્વર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર નગર પાલિકા તંત્રએ ભંગાણનું તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કર્યું

અંકલેશ્વરની શિરોમણી સોસાયટી સામે પાલિકા ડ્રેનેજ લાઇનમાં ભુવો પડ્યો છે. ડ્રેનેજ લાઇન આખી ચેમ્બર સાથે તૂટી પડી હતી. જમીન 15 ફૂટ કરતા ઉંડો પડેલો ભુવો હતો. પાલિકાએ તાંબરતોડ સમારકામ આરંભ્યું હતું. 17 થી વધુ સોસાયટી ને અસર થઇ હતી. પાલિકા દ્વારા સપ્તાહ સુધી સ્થાનિક રહીશોને સહયોગ આપવા અપીલ કરવાની ફરજ પડી હતી.

અંકલેશ્વર વોર્ડ નંબર 1 માં આવેલ શિરોમણી બંગ્લોઝ પાસે શનિવાર ના રોજ અચાનક પાલિકા ની ડ્રેનેજ લાઇન માં ભુવો પડતા ચેમ્બર સાથે આંખે આખી ડ્રેનેજ લાઈન તૂટી પડી હતી 15 થી 20 ફૂટ ઊંડા ભુવા ને લઇ ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા ખોળવાય જવાની સાથે લોકો ના ધરો માં ડ્રેનેજ પાણી નું જોડાણ થભી ગયું હતું આ લાઈન નજીક આવેલ મોદીનગર પમ્પીંગ સ્ટેશન તેમજ રાજેશનગર પમ્પીંગ સ્ટેશન વચ્ચે આવેલું છે જેને લઇ આ પમ્પીંગ સ્ટેશન સાથે જોડાણ માં રહેલ 17 થી વધુ સોસાયટી માં આ સમસ્યા સર્જાયા છે આ અંગે પાલિકાના સભ્ય અને વોર્ડ નંબર 1 ના કોર્પેરેટર નિલેશભાઈ પટેલ ને જાણ કરવામાં આવતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાલિકા ડ્રેનેજ વિભાગ અધિકારીઓ અને કમર્ચારીઓ ને બોલાવી ત્વરિત અસર થી કામગીરી શરુ કરવાની હતી જો કે ભુવા ને લઇ આગામી એક સપ્તાહ સુધી કામગીરી કરવી પડે તેવી સ્થિતિ જોતા તેમના દ્વારા આ વિસ્તાર ની સોસાયટી ના રહીશો ને જરૂરી સહકાર આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો