હવામાન:અંકલેશ્વરમાં બેવડી ઋતુનો માહોલ સવારે ધુમ્મસ અને બપોરે વરસાદ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સવારના સમયે ધુમ્સ સાથે કેમિકલ યુક્ત હવા ભળતા પ્રદૂષણમાં વધારો
  • શહેર અને ડીઆઈડીસીમાં છેલ્લા 2 દિવસથી સવારે ગાઢ ધુમ્મસનું આવરણ

અંકલેશ્વર બેવડી ઋતુ નો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે શિયાળાની ધુમ્મસનું આવરણ બપોરે વરસાદ નો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 2 દિવસ થી વહેલી પરોઢે પ્રધાત ધુમ્સસ નું આવરણ જોવા મળી રહ્યું છે. તેમાં હવા પ્રદૂષણ પણ વધતા માર્ગો પર લોકો 10 થી 15 ફૂટ આગળ જોવું પણ મુશ્કેલ બન્યું હતું.

હવા માં ધૂળ ની રજકર્ણ સાથે કેમિકલ ની અસર જોવા મળી હતી. શિયાળાનો પ્રારંભ રૂપે ધુમ્મસ વચ્ચે પુનઃ એકવાર હવા પ્રદૂષણ અનુભુતી લોકો કરી હતી. એક તબક્કે ધુમ્મસ કે પછી ઉદ્યોગો નીકળતું હવા પ્રદૂષણ છે બંને વચ્ચે ભેદ રેખા કરવી મુશ્કેલ બની હતી. શહેરમાં ધુમસ્યા આવરણ વચ્ચે ઓનલાઇન એર કોલેટી ઈન્ડેક્ષ પણ 140 પર પહોંચી યલો ઝોન માં આવ્યું હતું.

જેમાં પી.એમ પાર્ટિકલ ની મિનિમમ માત્રા 46 સામે એવરેજ 140 અને મેક્સિમમ 484 જોવા મળી હતી તો પી.એમ 10 ની મિનિમમ 71 સામે એવરેજ 128 અને મેક્સિમમ 446 આવી હતી તો સી.ઓ મિનિમમ 45 માત્રા સામે એવરેજ 60 અને વધુમાં વધુ 94 પર પહોંચી હતી. તો ઓઝોન સ્તર 10 મિનિમમ પાત્રા સામે 44 એવરેજ અને મેક્સિમમ 77 પર પહોંચ્યું હતું. યલો ઝોનમાં આવેલ આઈ.ક્યુ.આઈ છેલ્લા એક સપ્તાહ માં હવાનું સ્તર બગાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...