નોટિસ:અંકલેશ્વરમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરે કચરાનો ગેરકાયદે નિકાલ કરતાં નગરપાલિકાને નોટિસ

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ પ્રેમીઓની ટીમે સ્થળ પર પહોંચી કૌભાંડ ઝડપી પાડ્યું
  • ​​​​​​​GPCBની ટીમે એક્શન લઈ પાલિકા પાસે લેખિતમાં જવાબ માંગ્યો

અંકલેશ્વર પાલિકા ડંપિંગ સાઈટ ઉપર કચરાનો નિકાલ વૈજ્ઞાનિક અને કાયદાકીય રીતે થતું નહીં હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા સૂકાવલી સાઈડ પર કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા કોન્ટ્રાક્ટ આપ્યો છે. જ્યાં કચરાને સેગ્રીગેટ કરી ખાતર બનાવાઈ રહ્યું છે. જો કે કોન્ટ્રાક્ટરે ડમ્પિંગ સાઈડ પર આવતા નગરના કચરાના ઢગલામાંથી કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે આંબોલી રોડ પર આવેલ આદિવાસીના ખેતરમાં નિકાલ કરવામાં આવી રહ્યો હતો. જ્યાં ઊંડો ખાડો પાડી કચરો ડમ્પ કરી તેના પર જેસીબી વડે લેવલીગ કરવામાં આવી રહ્યું હતું.

પર્યાવરણ પ્રેમીઓ ઝડપી આ અંગે GPCBમાં ફરિયાદ કરી હતી. GPCBએ દોડી આવી પાલિકાના કચરા અન્યત્ર ખેતરમાં થઇ રહેલ ડમ્પિંગના મુદ્દે અંકલેશ્વર નગર પાલિકાને નોટિસ ફટકારી જમીનમાં થઇ રહેલા ડમ્પિંગ અટકાવી દીધું હતું.

ભરૂચ બાદ અંકલેશ્વર પાલિકાનું કારસ્તાન
અંકલેશ્વર પાલિકા દ્વારા ડમ્પિંગ સાઈડ પરથી કચરો આંબોલીના આદિવાસી ખેડૂતની જમીનમાં જ્યાં પહેલા થી જ માટી ઉલેચી લઇ ખાડો પડ્યો છે. તેમાં નિકાલ કરી રહ્યા હતા અને જમીનમાં કચરો દાટી રહ્યા હતા. જે નીચે કોઈ પ્લાસ્ટિક લેવલ પણ કર્યું નહિ અંદર દુષિત પાણી જમીનને નુકશાન પહોંચાડી રહ્યું છે. જમીનને પણ બગાડ કરી રહ્યા છે જે ખરેખર ગેરકાયદેસર છે. > સલીમ પટેલ, પર્યાવરણ પ્રેમી અંકલેશ્વર.

ધારાધોરણ ભંગ કરી કચરાનો નિકાલ કરાયો
અંકલેશ્વર પાલિકા ડમપિંગ સાઇટની પાછળ માટી ઉલેચી ખાડામાં મ્યુનિસિપલ વેસ્ટનો ટન બદ્ધ કચરો ગેરકાયદે ઠલવાઇ રહ્યો છે. જમીન પ્રદૂષણ પણ ફેલાવી રહ્યું હોય તેમ જ સુપ્રીમ કોર્ટ, એનજીટી અને પર્યાવરણના નિયમોનું પાલન ન થતા પાલિકા સામે કાર્યવાહી કરવા રજુઆત કરાઈ હતી. > રોહિત પ્રજાપતિ, પર્યાવરણ પ્રેમી વડોદરા.

અન્ય સમાચારો પણ છે...