ઓમિક્રોનની દહેશત:ગ્રામ પંચાયતોની ચૂંટણી કોરોના ફેલાવવાનું નિમિત્ત બને તો નવાઈ નહીં, ગણતરી સ્થળે લોકોનો જમાવડો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં મતગણતરી સ્થળે ઉમટેલા લોકોની ભીડ સમસ્યા સર્જી શકે

પંચાયત ચૂંટણી બની શકે છે કોરોના વેરિયન્ટ ઓમિક્રોન ફેલાવાનું માધ્યમ બની શકે છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ ની ત્રીજી લહેર આવવાની દહેશત વચ્ચે પંચાયતની ચૂંટણી જાહેરનામા ધજાગરા ઉડ્યા હતા. પંચાયત ચૂંટણી પરિણામ બાદ કોરોના દર્દી ઉછાળો આવે તો નવાઈ નહિ. અનેક મતગણતરી કેન્દ્રો પર હજારોની ભીડ જમા થઇ : કોઈ માસ્ક નહિ કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહિ, ભીડ નિયંત્રણ ના જાહેરનામા નો પણ તંત્ર ની હાજરી માં જ ભંગ જોવા મળ્યો હતો. મતગણતરી કેન્દ્રો માં પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન ના કરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું.

વિશ્વના અન્ય દેશોમાં કોરોના ત્રીજી લહેર રૂપે ઓમિક્રોન વેરિયન્ટ ત્રાટક્યો છે. તો વિશ્વ ના અન્ય દેશો માંથી કોરોના લહેર આવતા ભારત 3 મહિના એટલે ફેબ્રુઆરી માં આવવાની દહેશત આરોગ્ય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે પંચાયત ની ચૂંટણી માં કોરોના ની દહેશત ને નેતાજી , અધિકારી અને ટેકેદારો અનદેખી કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સવાર થી જ મતગણતરી કેન્દ્રો પર ઠાંસોઠાંસ ટેકેદારો નો જમાવડો જોવા મળ્યો હતો. જેવો માસ્ક સુધ્ધાં પહેર્યા ના હતા. તો 400 થી વધુ લોકો એકત્ર ના થવા પર પ્રતિબંધ લાદ્યા છે ત્યાં હજારો ની ભીડ જોવા મળી હતી. સોશિયલ ડિસ્ટન્સ ના તો ઠેકાણા પણ ના રહ્યા હતા. એટલું જ નહિ મતગણતરી કેન્દ્રની અંદર પર આવા જ દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં પણ કોરોના ની ગાઈડ લાઇન ભુલાઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...