દુર્ઘટના:અંકલેશ્વરના મુલદ પાસે કારમાં આગ લાગતા દોડધામ ,કોઈ જાનહાની નહિ

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ટીમે ઘટના સ્થળે દોડી આવી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ નજીક કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ના હતી. કારમાં શોર્ટ સર્કિટ ને લઇ આગ લાગી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ભરૂચ - અંકલેશ્વર વચ્ચે આવેલ મુલદ ગામના પાટિયા પાસે ગતરાત્રીના સમયે એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ ના દ્રશ્યો સર્જાયા હતા, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર મામલા અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયર ના કર્મીઓએ લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લીધી હતી.

મહત્વની બાબત છે કે કારમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે, જોકે કારમાં સવાર ચાલક સહીત ના લોકોને સમય સુચકતા ના કારણે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી તેમજ કારણે હાઇવે ની સાઈડ પર લઇ જઈ તમામ સુરક્ષિત રીતે બહાર આવી ગયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ જોવા મળ્યું હતું. ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી ગણતરી ની મિનિટો માં આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...