ખેલેગા ગુજરાત:અંકલેશ્વરમાં જિલ્લાકક્ષાની ફૂટબોલ-સ્વિમિંગ સ્પર્ધા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંડર 14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચંદ્ર બાલા મોદી એકેડમીની ટીમનો વિજય થયો

અંકલેશ્વર ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ફૂટબોલ તેમજ સ્વીમીંગ ની જિલ્લા કક્ષા ની સ્પર્ધા યોજાય હતી. 10 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર દરમિયાન જિલ્લા કક્ષા ની અંડર 14 ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચંદ્ર બાલા મોદી એકેડમીનો વિજય થયો હતો. જયારે જુનિયર અને સિનિયર ખેલાડીઓ માટે ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સ્વીમીંગ માં 50 સ્પર્ધકો ભાગ લીધો હતો.

લાંબા સમય પછી અમે અમારા સ્પોર્ટ્સ સંકુલ માં રમતગમત પ્રવૃત્તિઓ શરુ કરતા જિલ્લા કક્ષા ની અંદર 14 ની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ટીમો ભાગ લીધો હતો. ડી એ આનંદપુરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ભરૂચ જિલ્લા રમતગમત કચેરી હેઠળ જુનિયર ખેલાડીઓ માટે ફૂટબોલ સ્પર્ધા ની ફાઇનલ જેમાં ચંદ્ર બાલા મોદી એકેડેમી અને પી પી સવાણી શાળા વચ્ચે યોજાઈ હતી. જેમાં ચંદ્ર બાલા મોદી એકેડેમી વિજય મેળવ્યો છે અને તેઓ રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા સમયે શ્રી ઘનશ્યામ જોશી ગોલ્ડ મેડાલીસ્ટ હાજરી આપી હતી. અને એ આઈ ડી એસ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ના હોદેદારો અને રમતગમત અધિકારી એ શુભેચ્છા પાઠવી હતી.

આ ઉપરાંત ભરૂચના જુનિયર અને સિનિયર ખેલાડીઓ માટે ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ડી એ આનંદપુરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ભરૂચ જિલ્લા રમતગમત કચેરી હેઠળ જુનિયર અને સિનિયર ખેલાડીઓ માટે સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું . જેમાં 50 જેટલા રમતવીરો એ ભાગ લીધો હતો. જે રમતવીરો કોલિફાઈડ થયા છે તેઓ રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે એ આઈ ડી એસ સ્પોર્ટ કોમ્પલેક્ષ ના હોદેદારો અને રમતગમત અધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...