સેમિનાર:જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા 2 દિવસ એમ્પાયર સેમિનારનું આયોજન

અંક્લેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનેશનલ શેત્રે અમિત શાહેબા ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા રોટરી ક્લબ ખાતે બે દિવસનું એમ્પાયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.150થી વધુ રમતવીરો આ સેમિનારમાં ભાગ લીધો હતો. બે દિવસ સુધી એમ્પાયર સેમિનાર ચાલશે જેમાં ગુજરાતના અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે અમિત સાહેબા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સહયોગથી 2અને 3 ઓક્ટોબરના રોજ અમ્પાયરિંગ અંગેની સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ક્રિકેટના આંતર રાષ્ટ્રીય અમ્પ્યાર અમીષ સાહેબા બે દિવસ હાજર રહી દરેક અમ્પાયરને નવા નિયમો સાથે માર્ગદર્શન આપશે. ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, ઇસ્માઇલ મતાદાર તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...