પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના:PMના જન્મદિવસ નિમિતે ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શનનું વિતરણ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 49 લાભાર્થી મહિલાઓને ગેસની સગડી, રેગ્યુલેટર અને ગેસનો બોટલ આપવામાં આવ્યા

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા 400 જેટલા સ્થળોએ ગરીબોના હિતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબોની બેલી સરકાર અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત વિના મુલ્યે ઉજ્જવલા ગેસ કનેક્શનના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓમાં 49 મહિલાઓને ગેસની સગડી, રેગ્યુલેટર અને ગેસનો બોટલોનું વિના મુલ્યે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને મામલતદાર હર્ષદ બેલડીયાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજ્જવલા યોજના હેઠળ કુલ 9173 જેટલા ગેસ કનેક્શન ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જે બાળકોના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેવા 10 જેટલા બાળકોને સહાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...