શ્રીજીની પ્રતિમાનું વિસર્જન:વિઘ્નહર્તાના વિસર્જન ટાણે ગણેશ ભક્તોને વિઘ્ન, નર્મદા નદીમાં વિસર્જન માટે જતા લોકોને અટકાવ્યાં

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહીવટી તંત્રએે ઈકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના સ્થાપન માટે અપીલ કરી હતી

વિઘ્નહર્તાના વિસર્જન ટાણે ગણેશ ભક્તો ને નર્મદા નદીમાં મૂર્તિ ના વિસર્જન કરવાનો વિઘ્ન નડ્યું છે. અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ છેડે વિસર્જન કરવા આવેલા લોકોને પોલીસે પરત કર્યા હતા નદી કિનારે વિસર્જન કરતા લોકો ને અટકાવ્યા હતા. નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી પોલીસે વિઘ્નહર્તાના વિસર્જન માં વિઘ્ન નાખ્યું હતું. બીજી તરફ અંકલેશ્વર ઈકો કુંડ માં વિસર્જન સાથે શરુ થયું છે. ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ખાતે અત્યાર સુધી 100 થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું છે.

કોરોના કાળ વચ્ચે સરકારે ઉત્સવો પર લાગેલી પાબંધી હટાવી છૂટછાટ આપી છે. ચાલુ વર્ષે ગણેશ ઉત્સવ માં તંત્ર દ્વારા જાહેર કરેેલી છૂટછાટ અને ગાઈડ લાઇન ને લઇ ભક્તો માટે શ્રીજી નું વિસર્જન કરવું કપડું બની શકે છે. અંકલેશ્વર નર્મદા નદીમાં કરવામાં આવતા વિસર્જન પર પાબંદી લાગી છે. સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ ગાઈડ લાઈન માં કુત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં ની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇ હવે ભક્તો દ્વારા તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલ કુંડ અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવું પડશે. મંગળવારે 5માં દિવસે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જન કરવા આવેલ શ્રીજી ભક્તોને અટકાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...