અંકલેશ્વર અમરપુરા એરપોર્ટ જમીન પર જંગી કેમિકલ વેસ્ટ નો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તીવ્ર વાસ વાળો ઔધોગિક હેઝાર્ડસ વેસ્ટ ભરેલ અસંખ્ય બેગનો ગેરકાયદે નિકાલ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમી અને સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરતા સેમ્પલ લઇ કાર્યવાહી આરંભી હતી. કેમિકલ માફિયા હવે સરકારી જમીનને પણના છોડી બિન અધિકૃત રીતે વેસ્ટનો નિકાલ કરી રહ્યા છે. અંકલેશ્વર માં જળ પ્રદૂષણ બાદ પુનઃ એકવાર કેમિકલ વેસ્ટ નો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અમરત પુરા ગામ ની સીમ માં એરપોર્ટ ઓથોરિટી ની કમ્પાઉન્ડ વોલ સાથે જગ્યા માં કેમિકલ માફિયા ઓ કેમિકલ વેસ્ટ નો નિકાલ કરી ગયા હતા જેમાં વિપુલ માત્રામાં તીવ્ર વાસ વાળો ઔધોગિક હેઝાર્ડસ વેસ્ટ ભરેલ અસંખ્ય બેગનો ગેરકાયદે નિકાલ કરવામાં આવ્યો હતો. જે અંગેની જાણ સ્થાનિક ગ્રામજનો થતા તેમના દ્વારા પર્યાવરણ પ્રેમી ને કરવામાં આવી હતી. જે આધારે પર્યાવરણ પ્રેમી દ્વારા સ્થળ તપાસ કરતા પી.એચ પટ્ટી પણ વેસ્ટ ની તીવ્રતા દર્શાવી હતી આ અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવતા જીપીસીબી ધ્વરા પણ સ્થળ તપાસ કરી જરૂરી નમૂના લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર માં અગાવ પણ કેમિકલ વેસ્ટ નો ખેડૂતો જમીનમાં આડેધર નિકાલ કરવામાં આવ્યો હતો જેને લઇ જમીન અને ભૂગર્ભજળ ને પણ નુકશાન થયું છે. ત્યારે હવે કેમિકલ માફિયાઓ દ્વારા સરકારી જમીનને પણ કેમિકલ વેસ્ટના નિકાલ નું કેન્દ્ર સ્થાન બનાવી નિકાલ કરી રહ્યા હોવાની ઘટના સામે આવતા તંત્ર દ્વારા કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પર્યાવરણ પ્રેમી એ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.