તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:GIDC પમ્પીંગ સ્ટેશન પાસે વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણીનો નિકાલ

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ પરિસ્થિતિ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પરિણામ શૂન્ય

અંકલેશ્વર જીઆઇડીસી સી પમ્પીંગ સ્ટેશન બહાર કેમિકલ પાણી વરસાદી કાંસમાં ધોધ વહેતો નજરે પડ્યો હતો. વરસાદ પડતા જ કાંસમાં પ્રદુષિત પાણી ફેલાઈ જવા પામ્યું હતું. હવે તો માર્ગો પણ કેમિકલ પાણી સરોવર ભરાય હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જીપીસીબી સહિત ત્રણ એજન્સીનું સતત્ત મોનિટરિંગ છતાં સફેદ કોલર પ્રદૂષણ માફિયા બેફામ જોવા મળી રહ્યા છે. એક જ પરિસ્થિતિ અંગે વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવી રહ્યું છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માંથી કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી બિન અધિકૃત રીતે નિકાલ હજી સુધી અટક્યો નથી. ચોમાસા દરમિયાન કેમિકલ યુક્ત પાણી જાહેર માં છોડી મુકવામાં આવે છે. ગત મહિના 3-3 વાર અમરાવતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી.

છતાં પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા હજી પણ વરસાદી પાણી સાથે પોતાના રાસાયણિક પાણી છોડી મુકવામાં આવી રહ્યું છે. પુનઃ એકવાર અંકલેશ્વર ના સી પમ્પીંગ સ્ટેશન પાસે ચેમ્બરો માંથી રાસાયણિક પાણી ઉભરાઈ ને ધોધ ની જેમ વરસાદી કાંસમાં વહેતુ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...