તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:અંકલેશ્વર GIDCના વરસાદી કાંસમાં એસિટીક વેસ્ટનો નિકાલ

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટીફાઈડની ડ્રેનેજ થકી એસીડીક વેસ્ટ વોટરનો નિકાલ કરાયો
  • જીપીસીબીએ નમૂના લઇ ઈન્ડોકેમ કમ્પાઉન્ડ તરફની લાઈન સીલ કરી

અંકલેશ્વર જીઆઈડીસીના બી પમ્પીંગ સ્ટેશન પાસેની વરસાદી કાંસમાં એસીડીક વેસ્ટ કેમિકલનો નિકાલ થઈ રહયો હોવાનું પ્રકાશમાં આવતા અંકલેશ્વર જીપીસીબી દ્વારા ઘનિષ્ઠ તપાસ આદરવામાં આવી છે. નજીકના વિસ્તારમાં આવેલ કોઈ ટ્રાન્સપોર્ટરની આ કરતૂત હોય શકે તે શંકાના આધારે જીપીસીબી દ્વારા ચકાસણી હાથ ધરી જે અંગેનો ઇન્સ્પેક્શન રીપોર્ટ ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો.

ગત ફેબ્રુઆરીમાં 22મીએ અંકલેશ્વર બી પમ્પીંગ સ્ટેશન પાસેની વરસાદી કાંસમાં કોઈ તત્વો દ્વારા એસીડીક વેસ્ટ કેમિકલનો નિકાલ કરાયો હતો. જેેની જાણ થતા જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ સગળ ન મળતા અંતે જીપીસીબીને એસીડીક વેસ્ટ કેમિકલના અંશો નોટીફાઈડની ડ્રેનેજમાં જોવા મળ્યા હતા. આ ડ્રેનેજ લાઈન ઈન્ડોકેમ કમ્પાઉન્ડમાંથી આવતી હોવાનું ફલિત થતા તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંતે શંકાના આધારે તે વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટરના ત્યાં તપાસ કરતાં કેટલાક અંશો અને ડ્રેનેજ લાઈન મળી આવી હતી. જે અંગેનો તપાસ રીપોર્ટ અંકલેશ્વર જીપીસીબી દ્વારા ગાંધીનગર મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...