તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પુનગામમાં છોકરીની છેડતી મુદ્દે થયેલી તકરારમાં ધિંગાણું, 6થી વધુ લોકો ઘવાયા: બંને પક્ષની ફરિયાદ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં છોકરીની છેડતી બાબતે એસ.પી. ઓફીસે થયેલી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેની રીસ રાખી સાંજે બંને પક્ષે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર બનતા રાત્રીના બે જૂથ આમને સામને આવી ગયા હતા. એસ.પી માં ફરિયાદ કરનાર પરિવારના ઘરે જઈ ગાડીઓને તોડફોડ કરતાં બે જૂથ વચ્ચે ની બોલાચાલી મારામારીમાં ફેરવાતા સર્જાયેલા આ ધીંગાણામાં 6 થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો અન્ય પક્ષના ઇજા પામનાર ને જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

પુન ગામ ખાતે રહેતા વિજય ચૌહાણ, અજય ચૌહાણ તેમજ અક્ષય વસાવા સાંજે રાજ વસાવા જોડે બોલાચાલી થઈ હતી.જે બાદ રાત્રીના સંતોષ વસાવાના ઘરે આવી વિજય ચૌહાણ, અજય ચૌહાણ અને અક્ષય વસાવા એ તું મારી વિરુદ્ધ કેમ જાય છે કહી પાઇપ અને દંડા વડે સંતોષ વસાવાના ઘરમાં તેમજ 2 મોપેડની પણ તોડફોડ કરી હતી તેમજ નીરુબેન વાસ,સંતોષ વસાવા, મેલાભાઇ વસાવા મંગીબેન વસાવા અને મુકેશ વસાવાને ઇજા પહોંચી હતી.

તેમજ બંને ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી જે અંગે મુકેશ વસાવા એ ફરિયાદ આપતા પોલીસે એટ્રોસિટી એક્ટ સહીત મારામારીનો ગુનો નોંધી ત્રણ આરોપી ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. તો સામે પક્ષે વિજય ચૌહાણ એ પણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...