તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંકલેશ્વરમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં ઢેડિયા તળાવ ભુલાયું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2 વર્ષથી જળસંચય યોજના અંતર્ગત તળાવની સફાઈ અને ઊંડું કરવાની કામગીરી થતી હતી

અંકલેશ્વર પાલિકા પ્રિ મોન્સૂન કામગીરી માં ઢેડિયા તળાવ ભુલાય ગયું હોવાનો વધુ એક છીંડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષથી જળસંચય યોજના અંતર્ગત તળાવની સફાઈ અને ઊંડું કરવાની કામગીરી થતી હતી. હાલ તળાવ માં દબાણ વધ્યું છે. એશિયાડ નગર ના પૂર ના પાણી તળાવ માં આવ્યા બાદ શક્તિ નગર સહીત વિસ્તારમાં ભરાવો કરતા લોકો હાલાકી વેઠવી પડે છે. તળાવ માં નિકાલ નો માર્ગ પણ સાફ કર્યો નહિ.

અંકલેશ્વર પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ થી પ્રતિ વર્ષ ચોમાસા 3 થી 4 વાર એશિયાડ નગર વિસ્તાર વરસાદી અને અમલાખાડી ના પૂર ની સ્થિતિ સર્જાય છે આ પૂર માં અહીં વરસાદી પાણી નિકાલ ઢેડીયા તળાવ માં થાય છે. ત્યારે રાજ્ય સરકાર ની જળ સંચય યોજના અંતર્ગત ઢેડીયા તળાવને સમાવી તેને છેલ્લા 2 વર્ષ થી ઊંડું કરવામાં આવે છે અને તેમાં જળ સંગ્રહ કરવામાં આવે છે તેમજ વધારાના પાણીનો નિકાલ નાળા મારફતે એમ.એસ.29 કાંસમાં નિકાલ કરવામાં આવે છે. જો કે તળાવ ઊંડું ના કરવામાં આવતા પાણી ઓવરફ્લો થઈ શક્તિનગર સહિત આજુબાજુ વિસ્તારમાંં પ્રવેશે છે એટલું જ નાની અંકલેશ્વર હાંસોટ માર્ગ પણ અવરોધે છે.

આ વચ્ચે એક તરફ તળાવ ની આજુબાજુ દબાણ વધ્યું છે તો કેટલીક જગ્યાએ લોકો દ્વારા પુરાણ પણ કરી દેવામાં આવ્યું છે આ વચ્ચે તળાવ ની સફાઈ ન થતાં વરસાદી પાણી સહિત પૂરના પાણી અસર શક્તિનગર સહિત વિસ્તારમાં વધશે તેમજ ચાલુ વર્ષે સફાઈ ના થતા આ સમસ્યા ધેરી બનશે, ચાલુ વર્ષે પાલિકા ની એશિયાડનગર કાંસ ની સફાઈ બાદ હવે પશ્ચિમ વિસ્તાર હવે ઢેડીયા તળાવ ની સફાઈ ના થતા ચોમાસા દરમિયાન પૂર અને વરસાદી પાણી ભરાવો થવાની સમસ્યા વધુ ધેરી બનશે અને પ્રજા ને હાડમારી વેઠવાનો વારો આવશે. એ વાત ચોક્કસ છે ત્યારે પાલિકા ની અનદેખી થી હવે સ્થાનિક રહીશો ને હાડમારી વેઠવી પડે એ ચોક્કસ છે.

અન્ય સમાચારો પણ છે...