પરંપરા |:ભરૂચ–નર્મદામાં દેવઉઠી એકાદશીની ઉજવણી

અંક્લેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહનું સ્મરણ કરી વિવિધ કાર્યક્રમો યોજાયાં

ભરૂચ અને નર્મદા જિલ્લામાં દેવઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહનું અંક્લેશ્વરમાં ઠેર ઠેર આયોજન કરવા માં આવ્યુ હતું. .ભગવાન સત્યનારાયણની કથા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું પણ આયોજન કરાયું હતું.

ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે બલિરાજા સ્વરૂપે ભરુચ ના દશાશ્વમેઘ ધાટ ખાતે જ ત્રણ ડગલા જમીન માંગી હતી જેને લઈ તુલસી વિવાહનું વિશેષ મહિમા ભરુચમાં જોવા મળે છે. ચાતુર્માસના ચાર મહિના સુધી યોગનિદ્રામાં રહ્યા પછી ભગવાન વિષ્ણુ આ દિવસે જાગે છે. એટલે તેને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે.

ભરૂચ, અંકલેશ્વર સહિતના સ્થળોએ તુલસી વિવાહના પ્રસંગો યોજવામાં આવ્યાં હતાં. શ્રધ્ધાળુઓએ મંદિરોમાં જઇ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં પણ તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...