આસ્થા:અંકલેશ્વરના સજોદ વાળીનાથ દાદાના મંદિરના પરિસરમાં ચૈત્ર માસમાં ટાઢું ખાવા ભક્તોની ભીડ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલ બળીયા બાપજીના મુખ્ય સ્થળમાંનું એક વાળીનાથ મંદિર

પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વર ખાતે આવેલ બળીયા બાપજી એવા વાળીનાથ દાદા ના મહત્વ અનેરું છે મહાભારતના યુદ્ધમાં ભીમ પુત્ર બર્બરીકને માતાએ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું પરંતુ બર્બરિક પોતાના પિતા ભીમને જાણતો ના હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું.

જે તે સમયે કૌરવ વિજય થતા બર્બરિક પાંડવ સેના સૌહાર કરતા ભગવાન કૃષ્ણ તેને રોકવા ચલાવેલા સુદર્શન ચક્ર થી બબરીક શરીરના અંગોના પાંચ ટુકડા થયા હતા જે વિવિધ સ્થળો પડ્યા હતા બાદમાં ભગવાન કૃષ્ણનાં વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહયું અને ત્યારથી બળીયા બાપજી તરીકે પૂજાય છે. આજે તમને ચર્મ રોગ દુર કરના દેવ તરીકે વિશ્વમાં પૂજા થઇ છે.

વડોદરાના પોર, સુરતના શીયાદલા અને સજોદ ના વાળીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા. જે જગ્યા પર તેના દેવ સ્થાનો આવેલા છે. ચૈત્ર માસ ના રવિવાર, મંગળવાર અને ગુરુવારે, તેના દર્શન નું અનેરું મહત્વ હોઈ છે. ચૈત્ર માસમાં અહીં ભક્તોનું ધોધપુર ઉમટી રહ્યા છે. અને લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા તેમજ ટાઢું જમવા માટે વિશેષ આવી રહ્યા છે.

વાળીનાથ દાદા ના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજન,અર્ચન અને ગરમી નહી થાય તે માટે વાળીનાથ દાદાના મંદિરે જલાભિષેક કરી મંદિર ને ઠંડુ પાડ્યું હતું જયારે ભાવિક ભક્તોએ અન્નનું દાન કરી ધન્યતા અનુભવી હતી સદર કાર્યક્રમમાં ગામના સરપંચ હરેશભાઈ કટારીયા તેમજ હરીપુરા ગામ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...