તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:કૂતરાને કલર લગાવવા બાબતે કરાયેલી યુવકની હત્યામાં 7 શખ્સોની અટકાયત

અંકલેશ્વર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેંગપુરમાં ધૂળેટીએ ખૂની ખેલ ખેલાયો હતો : ફરાર કોરોના સંક્રમિત આરોપી પણ ઝડપાયો

અંકલેશ્વરનાં સેંગપુર ગામના ખાડી ફળિયામાં રહેતા દીલીપ વસાવાએ ધૂળેટીના દિવસે પરણીતા સંગીતા વસાવાના શ્વાનને ધૂળેટીએ કલર લગાવ્યો હતો. જે બાદ સંગીતા વસાવાએ તેના પિયરથી તેના ભાઇઓ અને નવ લોકોને બોલાવ્યા હતા અને આઠેય આરોપીઓએ યુવાનના સંબંધીઓ સાથે મારમારી કરી હતી તે દરમિયાન છોડાવવા વચ્ચે પડતાં દિલિપ વસાવાને માથામાં લાકડું મારતાં તેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંં ટૂંકી સારવાર બાદ કરૂણ મોત થયું હતું.

અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના વાઘરી ફળિયાના ખાડી કિનારેથી આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આઠ પૈકી સર્જન ડાહ્યા વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.અન્ય સાત લોકોની રાયોટિંગના ગુનામાં અટકાયત કરી છે. પોલીસે સંજયભાઇ વસાવા, સુજીતભાઇ વસાવા, સર્જનભાઇ વસાવા, સુરેશભાઇ વસાવા, અક્ષયભાઇ વસાવા, રાજનભાઇ વસાવા અને સંજયભાઇ વસાવા અને નીતીનની ધરપકડ કરી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સારવાર હેઠળ ફરાર થઇ ગયા બાદ હાલ ઝડપાયો છે. જેની સામે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો