કાર્યવાહી:અંકલેશ્વરમાં વિરોધ કરી રહેલા 20 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા

અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિએ પેટ્રોલ અને ડીઝલના વધારા સામે વિરોધ પ્રદર્શિત કરતા 20 કોંગ્રેસીની અટકાયત કરાઈ હતી. ઓએનજીસી ઓવરબ્રિજ રોડ પર કાર્યાલય પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અટકાયત સામે ટીંગાટોળી ના દ્રશ્યો સામે આવ્યા હતા. પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયા ને પણ પાર કરી ગયો છે.

પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવ વધારી રહી છે.જેને અસરથી સામાન્ય લોકો પરેશાન છે. ત્યાં કોંગ્રેસे દેશભરમાં પેટ્રોલ પંપ સામે દેશવ્યાપી પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.જેના ભાગ રૂપે અંકલેશ્વર- શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...