જંબુસર તાલુકાના દોઢ ગાઉના આંબા વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે દેશી દારૂની મીની ફેકટરી ઝડપી પાડયા બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી છે. અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી હતી અને સાગમટે 30 જેટલી ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. પણ અહીં સવાલ એ થાય છે કે, એક જ ગામમાં આટલી બધી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી છતાં આજદિન સુધી કાર્યવાહી કેમ ન કરવામાં આવી.
જંબુસર તાલુકામાં સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દેશી દારૂના અડ્ડા પર કરવામાં આવેલ કાર્યવાહી બાદ સફાળી જાગેલી સ્થાનિક પોલીસે દેશી દારૂના બુટલેગરો સામે તવાઇ બોલાવી છે. અમરતપુરા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આ ભઠ્ઠીઓમાંથી જિલ્લાભરમાં દેશી દારૂ મોકલવામાં આવતો હોય છે. અંકલેશ્વરના વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોએ અમરતપુરા ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પણ તવાઇ બોલાવી હતી. વિવિધ સ્થળોએ ઉભી કરી દેવાયેલી દેશી દારૂની 30 જેટલી ભઠ્ઠીઓનો નાશ કરાયો હતો. 22 આરોપીની ધરપકડ કરીને 25,800 લીટર વોશ રૂ.51,600, દેશી દારૂ મળીને કુલ રૂ.4,08,300 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.