અહો આશ્ચર્યમ:નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના 37 દિવસ પૂરા છતાં વાલિયા ચોકડી પર હજી વિજય રૂપાણીના બેનર યથાવત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા ચોકડી સહિત અન્ય વિસ્તારોમાં હજી જૂના બેનર-પોસ્ટરો હટાવાયા નથી

અંકલેશ્વરમાં હજી પણ સી.એમ તરીકે વિજય રૂપાણી બેનર લાગ્યા હોવા જોવા મળી રહ્યા છે જે નગર માં ચર્ચા નો વિષય બન્યો છે. વાલિયા ચોકડી પર તેમજ અન્ય રોડ સી.એમ તરીકે વિજય રૂપાણી અને ડેપ્યુ સીએમ તરીકે નીતિન પટેલ ના બેનર યથાવત છે. રાજ્ય સરકારની વિવિધ યોજના બેનર સી.એમ બદલાય ને મહિના બાદ પણ ના બદલાય નથી.

અંકલેશ્વર - વાલિયા જોડતા માર્ગ પર તેમજ વાલિયા ચોકડી ઉપર આજે પણ મુખ્યમંત્રી તરીકે ની હોલ્ડિંગ ઉપર વિજય રૂપાણી ના બોર્ડ જોવા મળ્યા ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા મહિનો થઈ ગયા છતાં પણ વાલીયા જેવા તાલુકામાં આજે પણ જાહેરાત આના હોડીગ ઉપર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી તેમજ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના હોર્ડિંગ ઓ જોવા મળી રહ્યા છે સરકારી અધિકારીઓની અવરજવર આ રસ્તા ઉપર હોવા છતાં પણ આવી જાહેરાત ના બોર્ડ જાણે તેમની નજરે રહી ચુકી રહ્યા છે.

સી.એમ ભુપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ વિભાગ કામગીરી કરવાની અધિકારીઓ તાકીદ કરવામાં આવી છે. અને પ્રજા લક્ષી અભિગમ અપનાવી સૂચના છે. આ વચ્ચે હજી પણ વહીવટી તંત્ર દ્વારા આળસ યુક્ત કામ નો નજારો જોવા મળી રહ્યો છે. અને નજર સમક્ષ વસ્તુ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. જે આશ્ચર્યજનક બાબત સાથે નજર માં ચર્ચા ની વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...