જળ સંકટ ટળ્યું:ઉકાઈ નહેર બંધ રહેવા છતાં શહેરમાં પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં મળશે

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં રૂલ લેવલ 2.68 સાથે હજી 15 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ
  • અંકલેશ્વરના માથેથી જળ સંકટ ટળ્યું

ઉકાઈ નહેરના સમારકામને લઇ નહેર 30 દિવસ બંધ રહેતા અંકલેશ્વર પાછળના દિવસોમાં જળ સંકટના વાદળો ઘેરાયા હતા. જો કે પાલિકા તેમજ નોટીફાઈડ વિભાગના આગોતરા પાણી મેનેજમેન્ટને લઇ જળસંકટ ટળ્યું છે. ચાલુ વર્ષે ગત 25 મી ડિસેમ્બર થી શટડાઉન શરૂ થવાનું હતું જો કે ખેડૂતો પિયતને લઇ સિંચાઈ વિભાગ દ્વારા શટડાઉન એક સપ્તાહ લંબાવી દેતા 1 જાન્યુઆરીથી નહેર બંધ કરી હતી. જે હવે 30 દિવસીય શટડાઉન બાદ આગામી 5 ફેબ્રુઆરીથી પુનઃ કાર્યરત નહેરો કરવામાં આવશે.

અંકલેશ્વર પાલિકા દ્વારા વોટર મેનેજમેન્ટ કરતા તળાવની 30 દિવસની ક્ષમતા આધારે સ્ટોરેજ ફૂલ કરી લીધું હતું અને તેમજ 24 જેટલા બોર પણ રિચાર્જ કરી લીધા હતા. જો કે પાણી કરકસર યુક્ત આયોજન રીતે વિના કાપે તમામ ને પાણી જથ્થો મળી રહે તેવા આયોજન સાથે આજે 20 દિવસ બાદ પણ પાણી સ્ટોરેજ આગામી 20 દિવસ સુધી ચાલે એટલો જથ્થો શેષ બચ્યો છે.પાલિકા ફિલ્ટર પ્લાન્ટ ખાતે રૂલ લેવલ 2.68 છે. આ ઉપરાંત પાનોલી નોટીફાઈડ વિભાગ ના જળાશય માં 45 દિવસ સુધી ચાલે એટલી સ્ટોરેજ ક્ષમતા હોવાની પાનોલી એસેટ માં વિના કાપે હાલ પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ
15 દિવસ બાદ નહેરમાં પાણીની આવક શરુ થશે. હાલ નગર ની 1 લાખ જનતા ને 1.20 કરોડ લીટર પાણીનો જથ્થો રાબેતા મુજબ વિના પાણી કાપે આપવામાં આવી રહ્યો છે. શહેર ફિલ્ટર પ્લાન્ટ ખાતે પણ હાલ પાણી જથ્થો પાણી આવક શરુ થાય ત્યાં સુધી ઉપલબ્ધ છે. > વિનય વસાવા, પાલિકા પ્રમુખ.

હવે 1 લી ફેબ્રુઆરીથી નહેરો કાર્યરત થશે
1 ફેબ્રુઆરીએ પુનઃ કાર્યરત કરવામાં આવશે. કોઈને પણ પાણી તકલીફ ના પડે એ રીતે પૂરતો જથ્થો આપવામાં આવતા પાણી સમસ્યા નહીંવત રહેશે. > જી.સી. ચૌધરી. , કાર્યપાલક ઈજનેર, ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ.

નોટીફાઈડ વિભાગ પાસે પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે
ઝઘડીયાથી પણ આપણે વધારાનું 10 એમ.એલ.ડી પાણી મેળવી આપી રહ્યા છે. ઔદ્યોગિક વસાહત રોજ 12 કલાક અને નોટીફાઈડ રહેણાંક વિસ્તાર સવારે 3 કલાક પાણી જથ્થો જરૂરિયાત મુજબ આપવામાં આવી રહ્યો છે. આગામી 5 ફેબ્રુઆરી સુધી પાણી જથ્થો આપણે આપી શકીયે એ પ્રમાણે નું આગોતરું આયોજન કરી હાલ પાણી આપવામાં આવી રહ્યું છે. > ધર્મેશ ડોબરીયા, ચેરમેન, વોટર વર્ક કમિટી, એ.આઈ.એ અંકલેશ્વર.

અન્ય સમાચારો પણ છે...