રજુઆત:ચાર મહિનાથી રજૂઆતો છતાં કોઇ નિરાકરણ નહીં, આંદોલન કરીશું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટના નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદન અપાયું

ગુજરાત રાજ્ય ના નિવૃત્ત કર્મચારી ઓ દ્વારા ચાર મહિના અગાઉ વિવિધ માંગણી સંદર્ભે ગુજરાત રાજ્યના દરેક જિલ્લા કલેકટર સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમ છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા આજ રોજ હાંસોટ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા હાંસોટ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જો વહેલી તકે ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે નિવૃત કર્મચારી ને સરકારી ધોરણે તબીબી માસિક ભથ્થામાં વધારો, સાતમા પગાર પંચના સચિવ ની સમિતિ ના ફાઈનલ મુજબ પેન્શનમાં જોડાણ કરી ચુકવણી કરવા, પેન્શનરોને આવકવેરા માંથી મુક્તિ આપવા, નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા, નિવૃત્તિ પછી યાત્રા ભથ્થા દર વર્ષે એક માસનું પેન્શન આપવા,કેન્દ્ર નાં ધોરણે મોંઘવારી ભથ્થું સમયસર આપવા

રાજ્ય સરકારના કર્મચારીઓ જે નામદાર કોર્ટ માં નિર્દોષ જાહેર થયા પછી પેન્શનરોને મળવાપાત્ર તમામ લાભો સમય મર્યાદામાં મળવા જેવી અઢાર જેટલી માંગણીઓ સાથે તા. 17/12/2021 ના રોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના કલેકટર ને ઉદ્દેશીને આવેદનપત્રો આપ્યા હોવા છતાં આજદિન સુધી હકારાત્મક પ્રત્યુત્તર ન મળતાં આજરોજ હાંસોટ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ને સંબોધીને હાંસોટ મામલતદાર હાર્દિક બેલડીયાને આવેદનપત્ર આપ્યું હતું જો ઉપરોક્ત પ્રશ્નો બાબતે વહેલો ઉકેલ નહીં આવે તો પેન્શનરો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આવેદનપત્ર દ્વારા ઉચ્ચારવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...