તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જયાબહેન મોદી હોસ્પિટલને પુનઃ કોવિડ હોસ્પિટલ જાહેર કરવા માગ

અંકલેશ્વર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રાજ્ય સરકાર અને ભરૂચ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઇ

અંકલેશ્વરમાં જયાબહેન મોદી હોસ્પિટલને પુનઃ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવા માગ કરી હતી. અંકલેશ્વરમાં વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યા વચ્ચે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા રજુઆત કરાયા હતી. જિલ્લા કલેક્ટર સહીત રાજ્ય સરકારમાં લેખિત માગ કરી છે, ખાનગી કોવિડ હોસ્પિટલ વધારો કરી તેના ખર્ચ પર નિયંત્રણ કરવા પણ રજૂઆત કરી હતી. કોવીડ વેક્સીન સેન્ટરો પર વેક્સીન પણ અછત ઉભી થાતા વેક્સીન જથ્થો વધુ આપવા પણ રજુઆત કરી હતી.

અંકલેશ્વર વિસ્તાર માં દિવસે દિવસે કોરોના ની બીમારી નો વ્યાપ વધી રહ્યો છે. જેની સામે સરકારી અને ખાનગી કોવીડ સેન્ટરો ની કમી વર્તાઈ રહી છે. સરકારી કોવીડ સેન્ટર તરીકે ESIC હોસ્પિટલને જાહેર કરવામાં આવી છે. પરંતુ ત્યાં ડોક્ટર સહિતના સ્ટાફની અછત હોવાથી કોરોનાની યોગ્ય ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થતી નથી અને દર્દીઓને અન્ય કોવીડ સેન્ટરોમાં જવાનું કેહવામાં આવે છે.

હાલની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલો માં ઈમરજન્સી સેવાઓ માટે બેડ મળી શકતા નથી અને ગરીબ વ્યક્તિઓ આ થતા ખર્ચ માટે સક્ષમ હોતા નથી જે માટે પણ કોરોના ના મૃત્યુ દર માં વધારો થયો છે. સરકાર તરફથી ફક્ત બેડ સુવિધા નહી પરંતુ ઈમરજન્સી સેવાઓ જેવી કે ઓક્સીજન અને વેન્ટીલેટર ઉપલબ્ધ હોય એવા સેન્ટરો ની વ્યવસ્થા કરવાની માંગ સ્થાનિક સામાજિક સંગઠન દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો