શહેરમાંથી પસાર થતા ભારદારી વાહનોને લઇ અકસ્માત તેમજ છાશવારે સર્જાતા ટ્રાફિક જામ ને લઇ પુનઃ એકવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગ કરાઈ છે. 5 વર્ષ પૂર્વે ઓએનજીસી બ્રિજ થી લઇ કડકિયા કોલેજ સુધી ભારદારી વાહનો પર પ્રવેશ બંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારદારી વાહનોનું પરિવહન વધ્યું છે. લાંબા ટ્રક-ટ્રેલર થીલઇ , કેમિકલ ભરેલા ટ્રક,ટેન્કર, માટી અને રેતી ભરી દોડતા ડમ્પર, શેરડી ભરેલી ટ્રકથી લઇ નાની-મોટી મશીનરી લઈ જતા વાહનો પસાર થઇ રહ્યા છે. શહેરના ચાર માર્ગીય પર જેને લઇ સાંકડો પડી રહ્યો છે. એક તરફ માર્ગ પર અડચણ રૂપઉભા રહેતા વાહનો અને બીજી તરફ પુરપાટ દોડવા ભારદારી વાહનોને લઇ નાના વાહન ચાલકો ના જીવ જોખમ માં મુકાઈ રહ્યા છે.
ગજેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, અગાઉ શહેરમાંભારદારીવાહન ો પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ લગાવ્યો હતો. તેની પુનઃ અમલવારી થવી જોઈએ. શહેર ફરતે રીંગ રોડ બનાવી આવવા વાહનો રિંગ રોડ પર ડાઈવર્ઝન આપી શહેરમાં પ્રવેશતા અટકાવવા જોઈએ. બીજી તરફ પાલિકા દ્વારા જરૂરી પગલાં ભરવા જોઈએ અને રીંગ રોડની ટલ્લે ચઢેલી દરખાસ્તને વહીવટી તંત્રમાં મંજૂરી અપાવી જોઈએ તેમ યુથ કોંગ્રેસ ના સોયેબ ઝગડીયા વાલા એ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનોની અવરજવર વધી જવાના કારણે સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહયાં છે. શહેરમાંથી ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોકો હવે આગળ આવી રહયાં છે. આગામી દિવસોમાં આ મુદ્દો જન આંદોલન બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.