આવેદન:કોરોનાથી મૃત્યુ પામેલાના સ્વજનોને ચાર લાખનું વળતર આપવાની માગ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદન પાઠવ્યું

અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મૃતકના સ્વજનો માટે 4 લાખ વળતરની માંગ કરી હતી. તાલુકા સેવા સદન ખાતે મામલતદાર અંકલેશ્વરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાને પરિજનોને 4 લાખનું વળતર મળે તે માંગ આવેદનપત્ર થકી કરી હતી.અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાને પરિજનોને 4 લાખનું વળતર મળે તે માંગ આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુમાં કોવિડ-19 મહામારી હાલમાં ઝડપથી ફેલાઈ રહી છે તેને રોકવા માટે ગંભીર પગલાં લેવાની સરકારે આવશ્યકતા છે.

ગુજરાતમાં મોટો વર્ગ પોતાની રોજિંદી આવક ઉપર નિર્ભર છે. ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થાય તો સામાન્ય નાગરિકને પરવડે તેમના નથી. સરકાર દ્વારા 50 હજાર રૂપિયા વળતર આપી ક્રૂર મજાક કરી રહી હોવાનો પણ આરોપ આવેદનપત્રમાં લગાવ્યો હતો.સરકાર કોરોનામાં મૃત્યુના આંકડા છુપાવે છે. મૃત્યુનું પ્રમાણપત્ર માં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખવામાં આવે છે,કોંગ્રેસ સમિતિ અંકલેશ્વર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ.4 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે. કોવિડ થી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને નોકરી સહિતની સુવિધા આપી અને આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...