રજૂઆત:ગડખોલ પાસે ઘર વિહોણા બનેલા લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની માગ

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર કોંગ્રેસની રહીશોને સાથે રાખી મામલતદારને

અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે સરકારી જગ્યા પર 40 વર્ષથી શ્રમજીવી પરિવારો ઝૂંપડી બાંધીને રહેતા હતા. તંત્ર દ્વારા ઝુંપડા હટાવી લેવામાં આવતા શ્રમજીવી પરિવારો બેઘર બન્યા છે છેલ્લા 30 વર્ષ થી રહેતા પરિવારના બાળકો નજીક ની સ્કૂલ માં અભ્યાસ કરે છે અને તમામ ઝુંપડપટ્ટી વાસીના ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ માં રહેઠાણ પણ આ સ્થળ નું દર્શાવ્યું છે.

તેઓ મતદાન પણ કરે છે. તંત્ર દ્વારા ઝુંપડાઓને તોડી નાખતાં શ્રમજીવી પરિવારો બેઘર થયા છે. ચોમાસુ હોય ગરીબ જશે ક્યાં એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. સરકાર દ્વારા ઝુંપડા તોડવામાં આવ્યા પણ તેના સામે વૈકલ્પિક સુવિધા આપવા માટે આ પરિવારો ની પડખે તાલુકા કોંગ્રેસ આવે છે બેઘર બનેલા પરિવારો ને વૈકલ્પિક વ્યવસ્થા માટે તાલુકા અને શહેર કોંગ્રેસે પરિવારો સાથે રજૂઆત પહોંચે તે માટે લેખિતમાં અંકલેશ્વર મામલતદાર આવેદન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...