લોકોમાં ભય:અવાદર ગામે દીપડાએ 2 વાછરડાનું મારણ કર્યું

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના અવાદર ગામની સીમમાં આવેલા તબેલામાં ઘુસી દીપડાએ 2 વાછરડાનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાતે 3 વાગ્યે દીપડાએ અચાનક તબેલામાં બાંધેલા 2 વાછરડાં પર હુમલો કરી ઢસડીને લઇ ગયો હતો. જે બાબતે તબેલાના ચાકરે સંચાલક કાંતિલાલ પટેલને જાણ કરતા તેઓ પણ અન્ય ગ્રામજનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ તેઓએ વન વિભાગને જાણ કરતા કર્ચારીઓ દ્વારા ઘટના સ્થળે દોડી આવીને પાંજરા મુકવાની કવાયત હાથ ધરી હતી. જોકે અવાદર ગામની સીમમાં દીપડો દેખાદેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવારે ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અંદાજિત ત્રણ જેટલા દીપડાઓ ખેતરોમાં ફરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...