લોકાર્પણ:અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નાગરિક સુવિધા કક્ષનું પોલીસવડાના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાતાઓના અનુદાનથી 13 લાખના ખર્ચે નવનિર્મિત નાગરિક કક્ષ
  • જિલ્લા વિવિધ પોલીસ વિભાગીય પોલીસ વડા ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર ના તાલુકા પોલીસ મથક ખાતે નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરતા જિલ્લા પોલીસ વડા કર્યું હતું. વિવિધ દાતાઓનું અનુદાન થી 13 લાખ ના ખર્ચે નવનિર્મિત નાગરિક કક્ષનું ઉદઘાટન કરાયું છે. જિલ્લા વિવિધ પોલીસ વિભાગીય પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા.

દશેરાના પાવન પર્વ નિમિતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ના પટાંગણ માં પાનોલી વિસ્તારના વિવિધ ઔધોગિક એકમો, વેપારીઓ, અને બિલ્ડર સહીત ના દાતાઓના અંદાજીત 13 લાખ ના અનુદાન થી નાગરિક સુવિધા કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે પોલીસ મથક માં આવનારા નાગરિકોને સુવિધા મળી રહે તે હેતુસર નાગરિક કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નાગરિક કક્ષ નું દશેરાના શુભ દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ ઉદ્ઘાટન પ્રસંગે આઇપીએસ અતુલ બંસલ, ભરૂચ એ.એસ.પી વિકાસ સુડા ,અંકલેશ્વર ના ડીવાયએસપી ચિરાગ દેસાઈ ,ડીવાયએસપી એમ,પી,ભોજાણી સહીત અંકલેશ્વર વિભાગના પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ના ઈન્ચાર્જ પીઆઈ પી,આર ગઢવી સહીત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...