અકસ્માત:રસ્તો ક્રોસ કરતી મહિલાનું ટેમ્પોની અડફેટે આવતા મોત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર જીઆઈડીસી ડેપો પાસેની ઘટના
  • શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો નજીક રસ્તો ક્રોસ કરતી મહિલા ટેમ્પોની અડફેટે આવી જતાં ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જી મહિલાને ટેમ્પો ચાલક 15 થી 20 ફૂટ સુધી ઢસડી ગયો હતો ગંભીર ઈજા ના કારણે મહિલા નું મોત નીપજ્યું હતું, શહેર પોલીસે અજાણ્યા મહિલા પરિજનો શોધખોળ શરુ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી વિસ્તારમાં જીઆઇડીસી બસ ડેપો નજીક આવેલ જલારામ હાડવૈર નજીક રોડ ક્રોસ કરી રહેલા 30થી 40 વર્ષીય અજાણી મહિલા ગત મોડી સાંજે મીની ટેમ્પો ચાલકને અડફેટે માં લીધી હતી. ટેમ્પા ચાલક એટલો બેફામ હતો કે મહિલા ને રોડ પર 15 થી 20 ફૂટ સુધી અડફેટે માં લઇ ઢસડી ગયો હતો.

જેને લઇ મોઢા માં તેમજ કપાળના ભાગે મહિલાને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકે રીક્ષા ચાલાક ઇમરાન સીદાતએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો તેમજ ઘટના અંગે શહેર પોલીસે મીની ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...