તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર ચિંતામાં:અંકલેશ્વરમાં કોરોનામાં 2 ના મોત : તંત્ર માટે ચિંતાનો વિષય

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અંકલેશ્વર અર્બન વિસ્તાર માં વધી રહેલા કેશો

અંકલેશ્વર માં કોરોના માં વધુ 2 ના મોત સાથે જિલ્લામાં કોરોનામાં એકજ દિવસ માં 4 વ્યક્તિના કોરોનામાં મોત નિપજ્યા છે. અંકલેશ્વર બુધવાર ના રોજ કોરોના વધુ 2 દર્દી નોંધાયા છે. જિલ્લા કોરોના રફ્તાર પકડી છે. ખાસ કરી ને ભરૂચ અને અંકલેશ્વર અર્બન વિસ્તારમાં વધી રહેલા કોરોના કેશો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

અંકલેશ્વરમાં કોરોના દર્દી સતત્ત વધી રહ્યા છે જે વચ્ચે અંકલેશ્વરમાં કોરોના બુધવાર ના રોજ વધુ 2 દર્દી ના મોટ નિપજ્યા છે. જેમાં નવી સુરવાડી ગામ ખાતે 72 વર્ષીય તેમજ જુના દિવા ગમે 75 વર્ષીય વૃઘ્ધાનું મોત નીપજ્યું છે તો ભરૂચ ખાતે પણ ઝાડેશ્વર ના 63 વર્ષીય વૃઘ્ધા અને ભરૂચ બંબાખાના ખાતે નિઝામવાડી માં રહેત 94 વર્ષીય વૃઘ્ધાનું કોરોના માં મોત નીપજ્યું હતું જિલ્લા માં 3 વૃધ્ધ મહિલા ને એક વૃધ્ધ ઈસમ નું મોત નીપજ્યું હતું જેમની અંતિમ વિધિ કોવિદ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવી હતી. આ વચ્ચે અંકલેશ્વરનું કોરોના મીટર 1283 પર પહોંચી ગયું છે તો 1247 દર્દી કોરોના માં સાજા થયા છે. હાલ અંકલેશ્વર 28 દર્દી કોરોના ની સારવાર લઇ રહ્યા છે તેમજ આ પૈકી 18 દર્દી હોમ આઈસીલેટ હેઠળ છે જયારે અર્બન અને ગ્રામ્ય વિસ્તાર માં મળી કુલ 36 કંટાઈમેન્ટ ઝોન એક્ટિવ છે જે પૈકી વધુ કોરોના દર્દી અર્બન વિસ્તાર માં ઉત્તરો ઉત્તર વધારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો