તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:ગડખોલના ડે. સરપંચે કોવિડ દર્દીઓનું કાઉન્સિંલિગ શરૂ કર્યું

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતે હોસ્પિટલ- આરોગ્ય સેવા ઉભી કરી
  • કવોરોન્ટાઇન પરિવારોને પણ જરૂરી મદદ કરાઇ

અંકલેશ્વરના ગડખોલ ગામમાં પંચાયત દ્વારા કોરોના સંક્રમિત દર્દી ને ગડખોલ પી.એચ.સી સેન્ટરમાં સારવાર કરી તો કોરન્ટાઇલ પરિવારને મળી રૂબરૂ સાંત્વના આપી તેનું કાઉન્સિંલિગ પણ કર્યું તો હોમ કોરોન્ટાઇન દર્દી ઓ માટે ઘર બેઠા દવા પહોંચાડી પ્રથમ લહેર માં કોરોના કાબુ માં મેળવ્યો હતો. તો બીજી લહેર માં પણ કોરોના સંક્રમણ વધવાની દહેશત થતા ગડખોલ પી.એચ.સી સેન્ટર ખાતે ગડખોલ રેફરલ હોસ્પિટલ સહકાર મંત્રીની મદદ થી ઉભી કરી 40 બેડની હોસ્પિટલ શરૂ કરી તેમજ ઓક્સિજન સમસ્યા ના પડે તે માટે 40 બેડ પર ઓક્સિજન લાઈન જીઆઇએલ કંપની મદદ થી તાબડતોબ ઉભી કરી છે.

તેમજ ગામ શ્રમજીવી પરિવાર 3000 થી વધુ ફૂડ કીટ સમાજ સંસ્થા અને કંપની મદદ થી પહોંચાડી હતી. અને બીજી લહેરમાં સ્વૈચ્છીક વીક એન્ડ લોકડાઉન રાત્રિ કર્ફ્યુ લાવ્યું છે. તો હાલ રાજ્ય બહાર પાડેલ અંકલેશ્વર શહેર ને યાદી માં મુકતા આ ગામ પણ દિવસ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ કરાવ્યા છે.

તેમજ રાત્રિ કર્ફ્યુ પણ લાધ્યું છે. ગામ ડેપ્યુટી સરપંચ રોહન પટેલ ખુદ માસ્ક નો દંડ વસૂલવા ના બદલે સાઇકલ પર ગામના ફ્રી માસ્ક વાહર નજરે પડતા લોકો માસ્ક અપાઈ માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા છે. ગામ ના પ્રત્યેક દર્દી રૂબરૂ મુલાકાત લઇ ખબર અંતર રાખી રહ્યા છે તેમજ તકેદારી લઇ તેમને જરૂરી આરોગ્ય સેવા સહિત મદદ પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...