વિધવા બહેનોને સહાય અપાઈ:અંકલેશ્વરના ઉછાલીમાં દત્ત આશ્રમ ખાતે દત્તાત્રેય જયંતિની દબદબાભેર ઉજવણી કરાઈ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર ઉછાલી ગામના દત્ત આશ્રમ ખાતે દત્તાત્રેય જયંતિની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. દત્ત યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સવારથી યજ્ઞ, દત્ત બાવાની, મહા આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

શ્રી દત્ત આશ્રમના પચાસ વર્ષ પૂર્ણ
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે શ્રી દત્ત આશ્રમ પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ નિમિત્તે દત્ત યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ.નર્મદાનંદજી મહારાજ પ્રેરિત શ્રી દત્ત આશ્રમના પચાસ વર્ષ પૂર્ણ થતા અને ભગવાન શ્રી દત્તાત્રેયના જન્મોત્સવના શુભ અવસર નિમિત્તે આશ્રમમાં પાદુકા પૂજન, 108 કુંડી દત્ત યાગ, ભગવાન શ્રી દત્તાત્રેય જન્મોત્સવ તેમજ આરતી અને પ્રસાદ લ્હાવો લઈને મોટી સંખ્યામાં ભક્તોએ ગ્રહણ કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે વિધવા મહિલાઓને સહાય પણ આપવામાં આવી હતી. ઉછાલી દત્ત પરિવાર દ્વારા સૌ ભાવિક ભક્તોને દત્તા જયંતિની શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...