શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા:અંકલેશ્વરમાં દશામાંના વ્રતનો ભક્તિભાવપૂર્વક માહોલમાં પ્રારંભ, ડીજેના તાલે માતાજીની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઇ ભક્તો 10 દિવસ ભક્તિમાં લીન થશે
  • ઘરે માતાજીની સ્થાપના કરતા માઇ ભક્તોએ વ્રતની શરૂઆત કરી

અંકલેશ્વરમાં દશામાંના ભક્તિ ભાવપૂર્વક વ્રતનો પ્રારંભ કરાયો હતો. આજે ગુરૂવારથી 10 દિવસ ભક્તો દશામાંની ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે અંકલેશ્વરમાં ડીજેના તાલે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારથી જ ઘરે માતાજીની સ્થાપના કરતા માઇ ભક્તોએ વ્રતની શરૂઆત કરી છે.

ડીજેના તાલે માતાજીની શોભાયાત્રાઓ નીકળી
ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારોનું મહત્વ રહ્યું છે. ત્યારે અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. ત્યારે સવારથી જ ભક્તોની દશા સુધારનાર દશામાનું ભક્તોએ ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરી ભક્તિમા લીન બન્યા છે.અંકલેશ્વર ખાતે માઇ ભક્તો દ્વારા સ્થાપના પૂર્વે વાજતે ગાજતે ડીજેના તાલે શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રાએ રાત્રીના સમયે શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તો સવારે માતાજીની બ્રાહ્મણોના હસ્તે પૂજા કરવા વિધિ વિધાન સાથે સ્થાપના કરી હતી.

દશ દિવસ ભક્તો દશામાનું પૂજન અર્ચન કરશે
આજ રોજ દશામાં માતાના સ્થાપન બાદ ભાવિક ભક્તો તેમની ભક્તિ લીન બનશે. દશ દિવસના સ્થાપત્ય બાદ ભાવિક ભક્તો દ્વારા નદી,અથવા તળાવમાં વિધીવત વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...