તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શનથી ધન્યતા:વાસનોલીના વાસવેશ્વર મહાદેવ મંદિર દર્શનથી 12 જ્યોતિર્લિંગના દર્શનનું કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશમાં વાસવેશ્વર મંદિર મહિમા સમજાવ્યો હતો

માન્યતા છે કે, 12 જ્યોતિર્લિંગના દર્શન નું કર્યાનું પુણ્ય વાસવેશ્વર મહાદેવ મંદિર દર્શનથી થાય છે. હાંસોટના વાસનોલી ગામએ બિરાજે છે ભગવાન શિવ વાસવેશ્વર મહાદેવ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા હતા. મહાભારત માં ભગવાન કૃષ્ણ એ અર્જુન ગીતા ઉપદેશ માં જે મંદિર મહિમા સમજાવ્યો એ સ્થળ એટલે વાસવેશ્વર મહાદેવ છે. ગીતા ન 117 માં અધ્યાય માં વાસવેશ્વર મહાદેવ વર્ણન જોવા મળે છે. પિતૃઓન શ્રાપને કરને ગર્ભવાસ માટે આઠ વસુ એ પહેલા બાર વર્ષ સુધી રહીને અવિકારી ભવાની પતિ શ્રી મહાદેવ શંકર ની સ્થાપના કરી હતી.

ઇન્દ્રિયોને વશ કરી નર્મદા ના આ તીર્થ પર આવી પહોંચ્યા બાદ 12 વર્ષ તપ કર્યું હતું. ભગવાન શિવ વસુ ગણે ના તપથી પ્રસન્ન થઇ તેના નામે અહીં બિરાજમાન થયા હતા.માં નર્મદા ના કિનારે અનેક શિવ મંદિરો આવેલા છે જેમાં હાંસોટ તાલુકાના વાસનોલી ગામ ખાતે આવેલ વાસવેશ્વર મહાદેવ સૌથી વધુ મહત્વ પૂર્ણ શિવધામ છે. જેનો ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત યુદ્ધ માં જયારે પાર્થ એટલે અર્જુન યુદ્ધ ના કરવા હથિયાર મૂકી દીધા હતા ત્યાંરે ભગવાન કૃષ્ણ એ પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરી ગીતા ઉપદેશ આપ્યો હતો તેના 117 માં અધ્યાય માં વાસવેશ્વર મહાદેવ તીર્થ ની મહિમા વર્ણન કરી છે.

અન્ય સમાચારો પણ છે...